Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના મોબાઈલ ફોન ચોરાયાઃ તપાસ શરૂ

દહેરાદૂન મસુરી રોડ પર એક લગ્ન સમારોહ દરમિયાન

અમદાવાદ તા. ૩૦: ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના બે મોબાઈલ ફોન ચોરાઈ ગયા હોવાના અહેવાલો છે. લગ્ન, બજાર, ઉદ્યાનો વગેરેમાં સામાન્ય લોકોના મોબાઈલ ફોન ચોરાઈ જવા એ સામાન્ય બાબત છે, પરંતુ ક્યારેક વીઆઈપી લોકો પણ ભોગ બને છે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ સુનિતા અગ્રવાલ લગ્નમાં હાજરી આપવા માટે દેહરાદૂન ગયા હતાં. આ અંગે પોલીસ સીસી ટીવીની તપાસ કરી રહી છે.

લગ્ન, બજાર, ઉદ્યાનો વગેરેમાં સામાન્ય લોકોના મોબાલઈ ફોન ચોરાઈ જવા એ સામાન્ય બાબત છે, પરંતુ ક્યારેક વીઆઈપી લોકો પણ તેનો ભોગ બને છે. તાજેતરનો કિસ્સો ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો છે. જેમના બે મોબાઈલફોન દહેરાદૂનમાં ચોરાઈ ગયા હતાં.

મસુરી રોડ પર એક લગ્ન સમારોહ દરમિયાન ચોરી થઈ હતી. રજિસ્ટ્રાર જનરલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે પછી રાજપુર પોલીસ સ્ટેશને કેસની તપાસ શરૂ કરી છે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ ર૬ જાન્યુઆરીએ દહેરાદૂનના માલસીમાં ન્યુ મસુરી રોડ પર ફૂટહિલ ગાર્ડમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા આવ્યા હતાં. લગ્ન સ્થળે સાંજે ૪-૪પ થી પ-૧પ વાગ્યાની વચ્ચે તેમના બે આઈફોન ચોરાઈ ગયા હતાં. આમાંથી એક ફોન મુખ્ય ન્યાયાધીશના નામે અને બીજો રજિસ્ટ્રાર જનરલની ઓફિસ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.

રાજપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.ડી. ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના રજિસ્ટ્રાર જનરલ મૂળચંદ ત્યાગીએ ફરિયાદ આપી હતી. જેના આધારે અજાણ્યા આરોપીઓ સામે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ તપાસ દરમિયાન ચોરીનો ગુનો શોધી શકાયો ન હતો. નજીકના સીસી ટીવી ફૂટેજ સ્કેન કરવાની સાથે પોલીસ સર્વ્ેલન્સ દ્વારા મોબાઈલ ચોરને પણ શોધી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh