Advertisement
Author: નોબત સમાચાર

શિરડી સાંઈબાબા મંદિરે આંખના રોગો માટે નિઃશુલ્ક કેમ્પ યોજાશે

જામનગર તા. ૩૦: જામનગરના શ્રી શિરડી સાંઈબાબા મંદિર (ગાંધીનગર) તથા રણછોડદાસજી ચેરી. ટ્રસ્ટ (રાજકોટ) દ્વારા આંખના રોગો માટેનો નિઃશુલ્ક કેમ્પ આગામી તા. ૪-૨-૨૦૨૫ (મંગળવાર)ના સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ વાગ્યા દરમ્યાન સાંઈબાબા મંદિર, ગાંધીનગર, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં આંખના દર્દીઓને તપાસી દવાઓ અપાશે અને જે દર્દીઓને આંખનું ઓપરેશન કરાવવાની જરૂરિયાત હશે તેઓને ટ્રસ્ટ દ્વારા બસમાં રાજકોટ હોસ્પિટલમાં લઈ જઈ ઓપરેશન પૂર્ણ થયે જામનગર પરત મુકી જવામાં આવશે. કેમ્પને લગતી વધુ માહિતી માટે ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh