Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન.પા.શિ. સમિતિની શાળામાં શનિવારે બન્યો બનાવઃ
જામનગર તા.૩૦ : જામનગરની નગર પ્રા.શિ. સમિતિની ૩૩ નંબરની શાળામાં ધો.૩ના વર્ગમાં ગયા શનિવારે બે વિદ્યાર્થી વચ્ચે ઝઘડો થયા પછી એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની આંખમાં પેન્સીલ કે બોલપેન ભોંકી દેતા એક વિદ્યાર્થની આંખ ફૂટી ગઈ છે.
જામનગર મહાનગર પાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિની મયુરનગર સ્થિત શાળા નં.૩૩માં ગયા શનિવારે ધો.૩ના એક વર્ગમાં બે વિદ્યાર્થી વચ્ચે કોઈ બાબતે બબાલ થયા પછી એક વિદ્યાર્થીની આંખમાં બીજા વિદ્યાર્થીએ પેન્સીલ અથવા બોલપેન ભોંકી દેતા આ વિદ્યાર્થીની આંખ ફૂટી ગઈ છે.
બાળકો દ્વારા તે વખતે દેકારો કરવામાં આવતા શિક્ષિકા પણ દોડી આવ્યા હતા. એક વિદ્યાર્થીની કોણી અડકી જવાના મામલે બે બાળકો ઝઘડી પડતા ઉપરોક્ત બનાવ બન્યો હતો. આંખમાંથી વહેતા લોહી સાથે આ બાળકને દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની કીકી ફાટી ગઈ હોવાનું બહાર આવતા આ વિદ્યાર્થીના માતા-પિતા સ્તબ્ધ બની ગયા છે.
સંભવિતઃ રીતે જે બાળકને આંખમાં ઈજા થઈ છે તે બાળક ભવિષ્યમાં તે આંખથી કદાચ જોઈ નહીં શકે. જો કે, હાલના આધુનિક તબીબી વિજ્ઞાનના કારણે કદાચ તેની આંખ ફરીથી સાજી થઈ થાય તો પણ આ બાળક પોતાની સાથે થયેલી દુર્ઘટના ભૂલી નહીં શકે. આ મામલો ભારે ચગ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial