Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાન ૧૬.પ ડીગ્રી

બે ડીગ્રીના વધારા સાથે

જામનગર તા. ૩૦: જામનગરમાં હાલ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો તાપમાનનો પારો બે ડીગ્રી ઊંચકાઈને ૧૬.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો, જ્યારે અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી નોંધાયું હતું. લઘુતમ તાપમાનમાં થયેલા વધારા તેમજ મહત્તમ તાપમાન પણ વધુ રહેતા જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ઠંડીનું જોર ઘટી જવા પામ્યું છે. બપોરે હવે ગરમી અનુભવાઈ રહી છે. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને ૮પ ટકા રહ્યું હતું. ગઈકાલની જેમ આજે પણ વહેલી સવારે ઝાકળવર્ષા થઈ હતી. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh