Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીની પ્રજાસત્તાક પરેડમાં સતત ત્રીજા વર્ષે ગુજરાતનો દબદબો: ગૌરવપૂર્ણ હેટ્રીક

સાંસ્કૃત્તિક નૃત્યમાં 'મણિયારો' રાસ ત્રીજા ક્રમે

ખંભાળિયા તા. ૩૦: ગુજરાત રાજયના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે પણ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાન સાથે જનતા જનાર્દનના સૌથી વધુ વોટ મેળવીને હેટ્રીક રચીને સમગ્ર ભારતમાં ઈતિહાસ રચ્યો છે.  ૨૦૨૩માં કિલન ગ્રીન એનર્જીયુકત ગુજરાતના ટેબ્લોએ ૨૦૨૪માં ધોરણે વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ ટેબ્લોએ તથા ૨૦૨૫માં વિરાસતથી વિકાસનો અભૂતપર્વ સંગમ આનર્તપુરથી એકતાનગર સુધીના ટેબ્લોએ પ્રથમ સ્થાન પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં મેળવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા રાજય મંત્રી રાઘવજીભાઈ પટેલ, કુંવરજી બાવળીયા, ડો. કુબેર ડિંડોર, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ દ્વારકા પ્રમુખ મયુરભાઈ ગઢવી વગેરેએ દ્વારા સોશ્યલ મીડિયામાં સૌ નાગરિકોનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનિય છે કે, દેશભરના સાંસ્કૃતિક નૃત્યોમાં પણ ગુજરાતનું મણિયારો નૃત્ય ભારતમાં ત્રીજા નંબરે આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh