Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્સલ ચેક બેંકમાં રજૂ કરી વટાવી લેવાયોઃ
જામનગર તા.૩૦ : ખંભાળિયા તાલુકાના શેઢા ભાડથર ગામના એક આસામી એ તેર મહિના પહેલાં પોતાના બેંક ખાતાનો એક ચેક કેન્સલ કરીને આપ્યા પછી કોઈપણ રીતે રૂ.૭,૫૨,૩૦૦ની રકમ લખી બેંકમાં જમા કરાવી એક શખ્સે તે રકમ ઉપાડી લીધાની પોલીસ સમક્ષ આ આસામીના પુત્રએ ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
ખંભાળિયા તાલુકાના શેઢા ભાડથર ગામમાં રહેતા રામશી ભાઈ વકાભાઈ આંબલીયા નામના આસામીએ ગઈ તા.૨૮ ડિસેમ્બર ૨૦૨૩ના દિને પોતાના ખંભાળિયામાં શાખા ધરાવતી એસબીઆઈના ચેકને કેન્સલ કરીને કોઈ જગ્યાએ ખાતાની વિગત આપવા માટે આપ્યો હતો.
તે કેન્સલ થયેલો ચેક જગતે પથરે દમાલ નામના શખ્સે કોઈપણ રીતે મેળવી લઈ તેમાં રૂ.૭,૫૨,૩૦૦ની રકમ લખી નાખી બેંકમાં જમા કરાવ્યો હતો અને તે ચેક પરથી ઉપરોક્ત રકમ રામશીભાઈ આંબલીયાના ખાતામાંથી ઉપાડી લીધી હતી.
આ બાબતની જાણ થતાં રામશીભાઈના પુત્ર દેસુરભાઈ આંબલીયાએ ખંભાળિયા પોલીસ મથકમાં જગતે પથરે દમાલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૨૦ હેઠળ ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial