Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેનેડિયન કમિશનના અહેવાલમાં ટ્રુડોની પોલ ખુલી ગઈ!
નવી દિલ્હી તા. ૩૦: આતંકી નિજ્જરની હત્યાના કેસમાં ભારત વિરૂદ્ધ કોઈ પુરાવા નથી તે પ્રકારના કેનેડાના રિપોર્ટમાં જ ટ્રુડોની પોલ ખુલી ગઈ છે.
કેનેડાના એક અહેવાલમાં તેના પૂર્વ વડાપ્રધાનના દાવા પર પ્રશ્નો ઊભા થયા છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા ભારત સાથે જોડાયેલી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે આ હત્યાનો અન્ય કોઈ દેશ સાથે કોઈ નક્કર સંબંધ નથી.
મંગળવારે પણ ભારતે કેનેડેમાં ચૂંટણીમાં દખલગીરીના દાવાઓને નકારી કાઢ્યા છે. કેનેડિયન કમિશનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો અન્ય કોઈ દેશ સાથે કોઈ નક્કર સંબંધ હોવાનું સાબિત થયું નથી. આ અહેવાલમાં કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને બાજુ પર રાખવામાં આવ્યા છે, જેમાં તેમણે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો.
સપ્ટેમ્બર ર૦ર૩ માં જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે, 'કેનેડા પાસે વિશ્વસનિય પુરાવા છે કે જુન ર૦ર૩ માં બ્રિટિશ કોલંબિયામાં નિજ્જરની હત્યામાં ભારતીય સરકારી એજન્ટો સામેલ હતાં.'
ફેડરલ ઈલેક્ટોરલ પ્રોસેસીસ એન્ડ ડેમોક્રેટિક ઈન્સ્ટિટ્યુશન્સ નામનો આ રિપોર્ટ મંગળવારે બહાર પાડવામાં આવ્યો હતો. કમિશનર મેરી-જોસી હોગે અહેવાલમાં જણાવ્યું હતું કે, 'દેશના હિતોની વિરૂદ્ધ નિર્ણયો લેનારાઓને સજા કરવા માટે ખોટી માહિતીનો ઉપયોગ બદલો લેવાની યુક્તિ તરીકે કરવામાં આવે છે.'
આ ૧ર૩ પાનાના અહેવાલમાં છ ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢવાનો પણ ઉલ્લેખ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'ઓમ્ટોબર ર૦ર૪ માં કેનેડાએ છ ભારતીય રાજદ્વારીઓ અને કોન્સ્યુલર અધિકારીઓને હાંકી કાઢ્યા હતાં.' ભારતે છ કેનેડિયન રાજદ્વારીઓને પણ હાંકી કાઢ્યા અને તેના હાઈ કમિશનરને પાછા બોલાવવાની જાહેરાત કરી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial