Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે યોજાઈ
ખંભાળિયા તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર સલાયા, ભાણવડ તેમજ દ્વારકા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને ૪-ભરાણા, ખંભાળીયા તાલુકા પંચાયત તથા ૧૩-જુવાનપુર, કલ્યાણપુર તા. પં.ની પેટા ચૂંટણીઓ સંદર્ભે આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે નિમાયેલા નોડલ ઓફિસર્સની તાલીમ જિલ્લા સેવા સદન, ખંભાળિયામાં યોજાઈ હતી.
આ તાલીમમાં જોડાયેલા મતદાર યાદી, મતદાન જાગૃતિ, નાણાકીય હિસાબ, ઈ.વી.એમ., પોસ્ટલ બેલેટ, ચુંટણી ખર્ચ દેખરેખ, કાયદો વ્યવસ્થા, આચારસંહિતા વગેરેના નોડલ ઓફિસર્સને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, નાયબ કલેકટર એમ.બી.દેસાઈ દ્વારા ચૂંટણીના સુચારૂ આયોજન માટે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં નોડલ ઓફિસર્સને સંબંધિત આર.ઓ., એ.આર.ઓ અને નાયબ મામલતદારશ્રીઓના સતત સંકલનમાં રહીને ચૂંટણી પંચ દ્વારા નિર્દિષ્ટ નિયમો અને પ્રક્રિયાઓનું સુપેરે પાલન થાય તે માટે પોતાની ભૂમિકા અદા કરવા તાકીદ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial