Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત રાજ્ય આચાર્ય સંઘે શિક્ષણમંત્રી સમક્ષ પડતર પ્રશ્નોનો ઢગલો કર્યોઃ તાકીદે ઉકેલવાની માંગ

શિક્ષકોને ક્લાર્ક અને પટાવાળાનું કામ કરવું પડે છેઃ સંઘ

ખંભાળિયા તા. ૩૦: ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે રાજ્ય શિક્ષણ મંત્રીને રૂબરૂ રજૂઆત કરી ગંભીર પ્રશ્નો તાકીદે ઉકેલવા માંગણી કરી છે.

ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના હોદ્દેદારો, પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, અધ્યક્ષ જયપ્રકાશ પટેલ તથા મહામંત્રી ભરતભાઈ ચૌધરી દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લા પાનસેરિયાને મળીને પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા તા. ૧-૪-ર૦૦પ પહેલા નિમાયેલા ૬૦ હજાર જેટલા કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા જણાવેલ તેમાં જુદા જુદા જિલ્લાઓના ૩૦૦ જેટલા કર્મચારીઓ લાભથી વંચિત રહી જતા હોય, જેમને લેવા માટે નામદાર કોર્ટ દ્વારા પણ કહેવાયું હોય, તેમને લાભ આપવા, રાજ્યમાં ગ્રાન્ટેડ શાળામાં જે કર્મચારી શિક્ષક કે આચાર્ય સ્વનિર્ભર શાળાના અનુભવમાંથી આવેલ તેવા ૬૦ પણ પેન્ડીંગ રહેલા છે તેમનો સમાવેશ કરવા માંગ કરાઈ છે.

રાજ્યના અંતરિયાળ તથા પછાત વિસ્તારોમાં ૯૦ કરતા ઓછી સંખ્યાવાળી શાળાઓને જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં સમાવેશ કરીને ચાલુ વર્ષે જ કોમ્પ્યુટર લેબ તથા ક્લાસમાં સ્માર્ટ ક્લાસ પેનલ વોર્ડ આપવા, રાજ્યની મા. અને ઉ.મા. શાળાઓમાં એન.પી.એલ.વાળા કર્મચારીઓને તેમના સર્વિસ કાળમાં ૩૦૦ ની મર્યાદામાં રજાનું રોકડ રૂપાંતરની જોગવાઈ છતાં પણ ખોટા અર્થઘટનો કરીને કર્મચારીઓને હક્કથી વંચિત રાખવામાં આવતા હોય તે અંગે તાકીદે ઘટતું કરવા, રાજ્ય સરકાર દ્વારા ર૦રર ના ડિસેમ્બરમાં શિક્ષક-આચાર્ય સળંગે નોકરી ગણીને ઉ.પ.ધો. નો લાભ આપવાની જોહરાત કરવામાં આવી હતી, પણ તેનો અમલ થયો જ નથી જેથી આચાર્યની ભરતીમાં નીરસતા આવી ગયેલી છે. અનેક જગ્યા પર આચાર્યો ભરાતા જ નથી. અને શિક્ષક-આચાર્યના પગારમાં વિસંગતતા પણ થાય છે. વહેલી તકે ઠરાવ કરી આ વિસંગતતા દૂર કરવી જોઈએ.

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં ઈન્ટરનેટ માટે વાર્ષિક ૬ હજાર રૂપિયા જ ફાળવાય છે જે અપૂરતી છે. પ્રાથમિક પ્રમાણે માધ્યમિક તથા ઉ.મા. શાળાઓને પણ ૧૦ હજારની મર્યાદમાં ઈન્ટરનેટ ગ્રાન્ટ ફાળવવી જોઈએ જે વિદ્યાર્થીના હિતમાં છે.

રાજ્યની ઘણી શાળાઓમાં વર્ષોથી ક્લાર્ક-પટાવાળા જ નથી. છાત્રો અને શિક્ષકો જ પટાવાળા-ક્લાર્કના કામ કરે છે ત્યારે આઉટ પોસ્ટીંગથી પટાવાળાની ભરતી સત્તા જિલ્લા કલેક્ટરને બદલે જિલ્લા શિક્ષણાધિકારીને આપવા માંગ કરાઈ છે. જેથી શાળાઓને સરળતાથી પટાવાળા મળી શકે. આ બાબતે તાકીદે યોગ્ય કરવા માંગણી કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh