Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ પંથકમાંથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને પાંચ વર્ષની કેદસજા

રૂ.૧૦ હજારનો દંડ ભરવા હુકમઃ

જામનગર તા.૩૦ : ભાણવડ પંથકમાં પાંચ વર્ષ પહેલાં એક મકાનમાંથી પોલીસે પૂર્વ બાતમીના આધારે ૪૪૬૪ ગ્રામ ગાંજા સાથે એક સાધુની ધરપકડ કરી હતી અને એનડી પીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં ગઈ તા.૯-૧-૨૦ના દિને પોલીસે પૂર્વ બાતમીના આધારે સાધુ કલ્યાણનાથ ગુરૂ શિવનાથ નામના આસામીના મકાનમાં દરોડો પાડ્યો હતો.

તે મકાનમાંથી ચાર કિલો અને ૪૬૪ ગ્રામ ગાંજો તેમજ ગાંજો ભરવા માટે રાખવામાં આવેલી થેલી, એક ચલમ સાથે સાધુ કલ્યાણનાથ મળી આવ્યા હતા. પોલીસે તેઓનો મોબાઈલ કબજે કરી કુલ રૂ.૨૭,૭૮૧નો મુદ્દામાલ ઝબ્બે લીધો હતો અને એનડી પીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી.

ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલવા પર આવતા સરકારપક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે સાધુ કલ્યાણ નાથને પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. સરકાર તરફથી મદદનીશ ડીજીપી બી.એસ. જાડેજા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh