Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ફરશે દાદાનું બુલડોઝરઃ સુખનાથ- ખામનાથ તેમજ પોરબંદર રોડ પર થશે ડિમોલિશન

ટ્રાફિક-માર્ગોને નડતરરૂપ દબાણકારોને નોટીસો ફટકારાઈ

ખંભાળિયા તા. ૩૦: ખંભાળિયા પાલિકા દ્વારા પોરબંદર ખામનાથ રોડ તથા સુખનાથ મહાદેવ પાસે ડિમોલિશન થશે, આ પહેલાં માર્ગો-નડતરરૂપ દબાણો કરનારને નોટીસો ફટકારાઈ છે.

ખંભાળિયા નગરપાલિકા દ્વારા પણ પાલિકા વિસ્તારમાં દાદાનું બુલડોઝર ચલાવવાનું નકકી થયું છે. ખંભાળિયામાં મિલન ચાર રસ્તાથી ખામનાથ મંદિર તરફના રસ્તાની બન્ને બાજુ પર કેટલાક આસામીઓ દ્વારા દબાણો થયા હોય તથા દબાણોની રસ્તાને નડતર થતું હોય તથા ગંદકી રસ્તા પર થતી હોય આવા આસામીઓ તથા પાલિકા દ્વારા તેલી નદી, વિજય સિનેમા પાસેની પાર્કિંગઝોન પાસેથી રસ્તો સીધો સુખનાથ મહાદેવ પાસે નીકળે છે તે રસ્તા પર પણ નીકળે છે તે રસ્તા પર પણ કેટલાક આસામીઓ દ્વારા સરકારી જમીનો પર દુકાનો, રહેણાંક મકાનો તથા પાકા વંડા દિવાલો બનાવાયેલી હોય આવા આસામીઓને પણ નોટીસો આપવામાં આવી છે તથા સ્વૈચ્છીક રીતે દબાણો નહીં હટાવાય તો પાલિકા દ્વારા તેમના ખર્ચે દ બાણો હટાવવામાં આવશે તેવી નોટીસ પણ આપવામાં આવી છે. પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમુર, બાંધકામ ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા કાર્યવાહી કરાઈ છે. સુખનાથ પાસેથી સીધા વિજય સિનેમા રોડ તેલી નદી પાસે નીકળાય અને મિલન ચાર રસ્તા પાસે ટ્રાફિકજામ ના થાય તે માટેનો રસ્તો બનાવી રહ્યા છે. ત્યારે આ રસ્તા પર વ્યાપક દબાણો થયા હોય પાલિકા દ્વારા આ દબાણો હટાવવા અભિયાન હાથ ધરવામાં આવશે જો કે ખંભાળિયા શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ ઢગલાબંધ દબાણો છે તેનો વારો બેટ દ્વારકાની જેમ કયારે આવશે ? તેવો પણ પ્રશ્ન લોકો પુછી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh