Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના તરઘડી પાસે ડમ્પીંગ યાર્ડમાં કચરાનો ડુંગર સળગતા ધૂમાડાના ગોટેગોટા

પાંચ-પાંચ દિવસે પણ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી !

ખંભાળિયા તા. ૩૦: ખંભાળીયા પાલિકા પાસે એક મશીન અને એક ફાયર ફાયટર અવિરત પ્રયત્નશીલ હોવા છતાં ખંભાળિયા પાલિકાના તરઘડી પાસેના કચરાના ડમ્પીંગ યાર્ડમાં પાંચ દિવસથી આગ બુઝાઈ રહી નથી.!

ખંભાળિયા પાલિકા દ્વારા ગામમાંથી કચરો ભેગો કરીને સિંહણ રસ્તા પર તરઘડી પાસે ડમ્પીંગ યાર્ડમાં નાખવામાં આવે છે. રવિવારના ત્યાં આગ લાગી હતી તે આગ ઠારવા માટે ફાયર ફાયટરો પહોંચી ગયા હતા પણ કચરાના વિશાળ ઢગલામાં આગ લાગી હતી જે ફેલાઈ જતાં ઉપરથી આગ ઠારવા જતાં તળિયા સુધી પાણીનો મારો પહોંચી ના શકતો હોય રાતોરાત જેસીબી દ્વારા કચરાને ખસેડીને પાણી પહોંચાડવા પ્રયત્ન શરૂ કરાયા પણ આગ લાગ્યાના પાંચ દિવસ ઠારવાના પ્રયત્નો છતાં હજુ પણ આગ કાબુમાં આવી નથી. જેસીબીથી ઢગલાને ખસેડીને પાણીનો મારો ચલાવાય છે પરંતુ હજુ નીચે સુધી પાણી ના પહોંચતા પાણી છાંટતા જ ધૂમાડાના ગોટા સાથે આગ ધુંધવાય છે.

કચરાના ઢગલાથી ત્રાસેલાનું કોઈ કૃત્ય?

ખંભાળિયા પાલિકા દ્વારા કચરાનો મોટો ઢગલો થયો હોય જેનો નિકાલ ના થતાં ગંદકીને કારણે આસપાસના કોઈને નડતર થયું હોય કે શોક સરકીટ કે અન્ય કોઈ કારણોસર આ આગ લાગી પણ દિવસો સુધી આગ ના ઠરતા મોટો પ્રશ્ન પણ ઉભો થયો છે. જો કે સતત ધૂમાડાને કારણે આસપાસના રહીશો પણ ત્રાસી ગયા છે તો કચરાના ઢગલાનો નિકાલ કરવા કાયમી વ્યવસ્થા ગોઠવવાની પણ માંગ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh