Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈહાઉસ નજીક હવાઈ અકસ્માત
વોશિંગ્ટન તા. ૩૦: વોશિંગ્ટન ડીસીમાં હવામાં હેલિકોપ્ટર સાથે અથડાતા પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. અત્યાર સુધી ૧૮ મૃતદેહ મળ્યા છે. મૃતાંક વધી શકે છે.
અમેરિકામાં વોશિંગ્ટન ડીસીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં વ્હાઈટ નજીક આવેલા રિગન નેશનલ એરપોર્ટ પર એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટક્કર થતા બન્ને ક્રેશ થઈ ગયા હતાં. વિમાનમાં લગભગ ૬૪ મુસાફરો સવાર હતાં. એક સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર અત્યાર સુધી પોટોમેક નદીમાંથી ૧૮ મૃતદેહો મળી આવ્યા છે. અમેરિકન એરલાઈન્સના વિમાનમાં કુલ ૬૪ લોકો મુસાફરી કરી રહ્યાના અહેવાલ સામે આવ્યા છે.
જો કે, કેટલાક મીડિયામાં એવો દાવો કરાયો છે કે હજુ સુધી કોઈ જીવતો બહાર આવ્યો નથી એટલે કે એવું પણ બની શકે કે લગભગ તમામ મુસાફરો મૃત્યુ પામી ગયા હોઈ શકે છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે.
અમેરિકન એરલાઈન્સે એ વાતની પુષ્ટી કરી છેકે આ વિમાનમાં ૬૦ મુસાફરો હતાં અને ૪ ક્રૂ મેમ્બર્સ મુસાફરી કરી રહ્યા હતાં. તેની ટક્કર બ્લેક હોક હેલિકોપ્ટર સાથે થઈ હતી. બુધવારે રાતે આ ઘટના બની હતી. આ વિમાને કેન્સાસના વિચિતાથી ઊડાન ભરી હતી. વિમાન સાથે અથડાનાર હેલિકોપ્ટરમાં ત્રણ સૈનિકો સવાર હતાં.
જો કે, આ હેલિકોપ્ટરમાં કોઈ સિનિયર ઓફિસર સવાર નહીં હોવાની જાણકારી સામે આવી છે. આ ટક્કર પછી વિમાન ૬૦ મુસાફરો અને ૪ ક્રૂ મેમ્બર સહિત પોટોમેક નદીમાં ખાબક્યું તેવી ઘટનાની જાણ થતા જ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અમેરિકન સૈન્યના બ્લેકહોક હેલિકોપ્ટર સાથે ટક્કર થઈ ગઈ હતી. તેના પછી બન્ને નદીમાં ક્રેશ થઈ ગયા હતાં અને પોટોમેક નદીમાં ખાબક્યા હતાં.
એરલાઈન્સ કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે એવા અહેવાલ છે કે, પીએસએ દ્વારા ઓપરેટેડ અમેરિકન ઈગલ ફ્લાઈટ પ૩૪ર વિમાન કેન્સાસથી વોશિંગ્ટન રીગન નેશનલ એરપોર્ટ જઈ રહ્યું હતું અને તે સમયે જ સીસ્કાઈ એચ ૬૦ સાથે તેની ટક્કર થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
આ ઘટના અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'ભયાનક વિમાન દુર્ઘટના પછી ઈમરજન્સી સેવાના અધિકારીઓ અદ્ભુત રીતે કામગીરી કરી રહ્યા છે. આ ઘટના રીગન નેશનલ એરપોર્ટ પર બની હતી. આ ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને ભગવાન સ્વર્ગમાં સ્થાન આપે. હું સ્થિતિ પર નજર રાખી રહ્યો છું અને જેમ જેમ વિગતો સામે આવશે હું તમારી સમક્ષ રજૂ કરતો રહીશ.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial