Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરમાંથી ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે કંડકટરની કરાઈ ધરપકડ

જામનગર, પીપળીનેસમાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી મળીઃ

જામનગર તા.૩૦ : જામજોધપુરમાંથી પોલીસે એક કંડકટરને ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે દબોચી લીધો છે. લાલપુરના પીપળીમાંથી ભઠ્ઠી ઝડપાઈ છે. નગરના જાગૃતિ નગરમાં ત્રણ મહિલા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી લઈ દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો જપ્ત કર્યા છે.

જામજોધ૫ુર શહેરમાંથી ગઈકાલે સાંજે આવડભાઈ પરબતભાઈ કટારા નામના શખ્સને પોલીસે ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે પકડી પાડ્યો છે. આ શખ્સ જામજોધપુર તાલુકાના સંગચિરોડા ગામનો રહેવાસી અને કંડકટર તરીકે નોકરી કરતો હોવાનું ખૂલ્યું છે.

લાલપુર તાલુકાના પીપળી ગામના ચારણનેસમાં ગઈકાલે સાંજે લાલપુર પોલીસે દરોડો પાડી આલા પબા ગુજરીયા નામના શખ્સને દેશી દારૂની ભઠ્ઠી સાથે પકડી પાડ્યો છે. ત્યાંથી તૈયાર દારૂ, આથો, દારૂ બનાવવાના સાધનો કબજે કરવામાં આવ્યા છે.

જામનગરના ખોડિયાર કોલોનીથી આગળ આવેલા જાગૃતિનગરમાં વર્ષાબેન લક્ષ્મણ કોળી તેમજ શોભનાબેન કાના માલપરા, માયાબેન પવન વઢીયાર નામના ત્રણ મહિલા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે ગઈકાલે દરોડા પાડ્યા હતા. ત્રણેય સ્થળેથી તૈયાર દારૂ, કાચો આથો તથા ભઠ્ઠીના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. ત્રણેય ભઠ્ઠીના મહિલા સંચાલક નાસી ગયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh