Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તીનપત્તી રમતા ચાર મહિલા ઝડપાયાઃ લાલપુરમાંથી ચાર પત્તાપ્રેમીની અટક

જામજોધપુર તથા લાલપુરમાંથી ત્રણ વર્લીબાજ મળી આવ્યાઃ

જામનગર તા.૩૦ : જામનગરના પુનીતનગરમાં તીનપત્તી રમતા ચાર મહિલા સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. જ્યારે લાલપુરમાંથી ચાર શખ્સ ગંજીપાના રમતા ઝડપાયા છે. લાલપુરમાંથી એક તથા જામજોધપુરમાંથી બે વર્લીબાજ પકડાઈ ગયા છે.

જામનગરના ગાંધીનગર નજીક ૫ુનીતનગરમાં ગઈકાલે સાંજે કેટલાક મહિલાઓ એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી મળતા સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી દરોડો પાડ્યો હતો.

તે સ્થળે તીનપત્તી રમતા વર્ષાબેન અશોકભાઈ પરમાર, સાવિત્રીબા રણજીતસિંહ વાઘેલા, સજનબા વિક્રમસિંહ સોઢા, રૂકસાનાબેન જાવિદ સમા નામના ચાર મહિલા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૫૩૦૦ કબજે કર્યા છે.

લાલપુર તાલુકાના ઉગમણા ઝાપા પાસે નદીના સામા કાંઠે ગઈકાલે બપોરે ગંજીપાના કૂટી રહેલા હારૂન અબ્દુલ સમા, અલી કરીમભાઈ કટારીયા, મનસુખભાઈ અંબાવીભાઈ રામોલીયા, ઘેલુભા કેશુભા જાડેજા નામના ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી રૂ.૯૧૦ કબજે કરવામાં આવ્યા છે.

જામનગરના અંધાશ્રમ ફાટક પાસે ગઈકાલે બપોરે વર્લીના આંકડા લખતા મુકેશ જમનભાઈ ગોહિલને પકડી લઈ પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુરમાં ધર્મશાળા રોડ પરથી નયન ભાવિનભાઈ જાદવ તથા રેલવે સ્ટેશન નજીકથી મંગલ કિરણભાઈ દેવાશી નામના બે શખ્સ વર્લીનું બેટીંગ લેતા ઝડપાયા છે. આ શખ્સોના કબજામાંથી રોકડ, વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી ઝબ્બે લેવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh