Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર તથા લાલપુર પંથકમાંથી ઝડપાઈ રૂ.૧ કરોડ ઉપરાંતની વીજચોરી

મોટા લખીયાની મીની ઓઈલ મીલમાંથી મળી આવી રૂ.૬૭.૮૩ લાખની વીજચોરીઃ

જામનગર તા.૩૦ : જામનગર શહેરના બેડી રીંગ રોડ તેમજ કાલાવડ નાકા બહાર આવેલી સોસાયટીઓ ઉપરાંત ખંભાળિયા ધોરીમાર્ગ પરના ગામો અને લાલપુર પંથકમાં ગઈકાલે કરવામાં આવેલા વીજ ચેકીંગમાં રૂ.૧ કરોડ ૨૨ લાખ ૪૦ હજારની વીજચોરી ઝડપાઈ ગઈ છે. જેમાં લાલપુરના મોટા લખીયા ગામ પાસેની એક મીની ઓઈલ મીલમાં રૂ.૬૭ લાખ ઉપરાંતની વીજચોરીનું ડીટેક્શન થયું છે.

જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા ગઈ કાલે સતત ત્રીજા દિવસે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીઓના વડપણ હેઠળની ૪૭ ટૂૂકડીએ જામનગર શહેરના સનસિટી, મહાપ્રભુજી બેઠક રોડ સહિતના કાલાવડ નાકા બહારના વિસ્તારો તથા બેડી રીંગરોડ પર આવેલી સોસાયટીમાં ચેકીંગ કર્યું હતું.

તે ઉપરાંત જામનગર, ખંંભાળીયા માર્ગ પર શાપર, વસઈ, બેડ, નાઘેડી, મોટી ખાવડી તથા નાની ખાવડી ગામમાં અને લાલપુર તાલુકાના હરીપર સહિતના ગામોમાં વીજ ચેકીંગ ટૂકડી ધસી ગઈ હતી.

સમગ્ર દિવસ દરમિયાન કુલ ૫૮૦ વીજજોડાણ ચકાસવામાં આવતા તેમાંથી ૯૦ જોડાણમાં ગેરરીતિ મળી હતી. તેના ધારકોને રૂ.૧ કરોડ રર લાખ ૪૦ હજારના પુરવણી બીલ ફટકારવામાં આવ્યા છે. ટૂકડીઓની સાથે સુરક્ષા માટે સ્થાનિક પોલીસના ૨૦ જવાન અને ૧૨ એસઆરપી મેનને જોડવામાં આવ્યા હતા.

ગઈકાલે કરવામાં આવેલા વીજ ચેકીંગ અંતર્ગત લાલ૫ુર તાલુકાના મોટા લખીયા ગામમાં મોડપર પાટીયા પાસેની યદુનંદન ઓઈલ મીલમાં પણ ચકાસણી કરવામાં આવી હતી. આ મીની ઓઈલ મીલમાંથી વીજચોરી મળી આવી છે. તેમાં વીજળી પહોંચાડવા માટે નજીકમાં આવેલા થાંભલામાંથી લંગર નાખવામાં આવેલુ હતંુ અને તેના મારફત વીજળી મેળવી ઓઈલ મીલ ધમધમતી હતી. સ્થળ પરથી વીજ ચેકીંગ ટૂકડીએ ૨૦ મીટર લાંબો વીજ વાયર કબજે કરવા ઉપરાંત ઓઈલ મીલના સંચાલક ધરણાંતભાઈ નારણભાઈ કરમુરને રૂ.૬૭,૮૩,૩૩૭ની રકમનું બીલ અને કમ્પાઉન્ડ ચાર્જ પેટે રૂ.૬,૪૮,૦૦૦નું બીલ ફટકાર્યું છે. તે ઓઈલ મીલમાંથી હાલમાં વીજ મીટર પણ કબજે કરી લેવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh