Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેથી અઢી કલાક ચાલી બેઠકઃ મુખ્યત્વે જલભરાવનો મુદ્દો ચર્ચાયો
જામનગર તા. ૧૭ઃ જામનગરના ભાજપના ધારાસભ્યએ શનિવારે મહાનગરપાલિકા કચેરીમાં બેઠક યોજી હતી. જેમાં વરસાદી પાણી ભરાવવા અને ભૂગર્ભ ગટરના પાણી છલકાવવા મુદ્દે મહાનગર પાલિકાના અધિકારીઓની રિતસર ઝાટકણી કાઢી હતી. લગભગ બેથી અઢી કલાક સુધી આ બેઠક ચાલી હતી. એવું પણ જાણવા મળે છે કે, આ બેઠકમાં કોર્પોરેટરના બદલે તેમના પ્રતિનિધિ હાજર રહ્યા હતાં, જોકે પાણીના વેણને રોકવા ગેરકાયદે બાંધકામો થયા હોય તો પાણીનો નિકાલ કેવી રીતે શક્ય બને તે પણ નેતાઓએ સમજવું જોઈએ.
તાજેતરમાં જામનગરમાં ભારે વરસાદ થયો હતો. પરિણામે શહેરના અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. આજે પણ અનેક સ્થળોએ પાણી ભરેલા છે.
આ ઉપરાંત ભૂગર્ભ ગટરની સંપૂર્ણ સફાઈના અભાવે ગટર છલકાઈ હતી. આ મુદ્દે તાજેતરમાં વોર્ડ નંબર ૬ ના બસપાના કોર્પોરેટર રાહુલ વોરિયાએ મહાનગરપાલિકા કચેરીમાં વિરોધ પ્રદર્શન કરી યોગ્ય પગલાં લેવાની માંગ સાથે રજૂઆત કરી હતી. ઉપરાંત ગુલાબનગરની સોસાયટીમાં પણ પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ હતી.
આમ વોર્ડ નંબર ૬ અને ૧૧ બન્ને વોર્ડ ધારાસભ્ય રિવાબા જાડેજાના મત વિસ્તારમાં સમાવિષ્ટ થાય છે. આથી ગત્ શનિવારે સાંજે પાંચ વાગ્યે ધારાસભ્ય રિવાબા જાડેજાએ મહાનગરપાલિકા કચેરીમાં તાકીદની બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ખાસ કરીને વરસાદી પાણી ભરાવવાની સમસ્યા, ભૂગર્ભ વટર છલકાવવાની સમસ્યા અંગે સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની રીતસર ઝાટકણી કાઢી હતી, અને રિતસર ઉધડો લીધો હતો. તેમજ કોઈ કાળે નબળી કામગીરી નહીં ચલાવી લેવા તેવી તાકીદ પણ કરી હતી.
કેટલાક સ્થળે ગેરકાયદે બાંધકામો થઈ ગયા છે, તો પછી પાણીનો નિકાલ કેવી રીતે થઈ શકે? પ્રથમ તો આવા ગેરકાયદે ખડકાયેલા અને પાણીના વેણને અવરોધતા બાંધકામ દૂર કરવા પડશે. તો જ આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.
ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે, આ બેઠકમાં કોર્પોરેટર ન હોય તેવી વ્યક્તિ પણ હાજર હતી. તેવો સરકારી કચેરીમાં કેવી રીતે હાજર રહી શકેો આવી વ્યક્તિ મહાનગરપાલિકાના અધિકારીને આદેશ આપી શકે? તે પણ પ્રશ્નનએ ચર્ચા જગા વીે.
આ બેઠકમાં મહાનગરપાલિકાના ઈન્ચાર્જ નાયબ કમિશનર, અનેક શાખાના અધિકારીઓ, કોર્પોરેટરો, તેમજ અન્ય કહેવાતા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial