Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એલઓસી પર બે ઘૂસણખોર ઠાર

ભારતીય સેના અને સ્થાનિક પોલીસનું સંયુક્ત ઓપરેશનઃ

 શ્રીનગર તા. ૧૭ઃ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એલઓસી પર સૈન્યએ બે આતંકીઓને ઠાર કર્યા છે, અને ઘુસણખોરીનો પ્રાયસ નિષ્ફળ બનાવ્યો છે.

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ઘૂસ્ણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવાયો હતો. આ દરમિયાન આતંકવાદીઓ માર્યા ગયા હતાં.

તે ઉપરાંત સૂત્રોના જણાવ્યા મુજબ નિયંત્રણ રેખા પર આતંકવાદીઓ અને સેનાના અધિકારીઓ વચ્ચે સામ-સામે ગોળીબારની ઘટના બની હતી અને વધારાના દળોને પણ ઘટના સ્થળે મોકલાયા હતાં. ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા પૂંછમાં શંકાસ્પદ ગતિવિધિ ધ્યાનમાં આવ્યા પછી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh