Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના જ શખ્સ સામે શંકાની સોયઃ
જામનગર તા.૧૭: દ્વારકાના એક વિસ્તારમાં રહેતા એક પરિવારની સત્તર વર્ષની પુત્રી પોતાના ઘરેથી ગયા ગુરૂવારે રાત્રે ગુમ થયા પછી આ સગીરાનું દ્વારકાના જ એક શખ્સે અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
દ્વારકા શહેરમાં આવેલા વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની સત્તર વર્ષની પુત્રી ગયા ગુરૂવારની રાત્રે બે વાગ્યે પોતાના ઘરેથી ભેદી સંજોગોમાં લાપત્તા બની ગઈ હતી.
આ તરૂણીની પરિવારે શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન તેણીને દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતો રાકેશ જેઠવા નામનો શખ્સ નસાડી ગયો હોવાની જાણકારી મળતા આ તરૂણીના પિતાએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬, પોક્સો એક્ટની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial