Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા લોહાણા મહાજનના આંગણે જગતગુરૃ શંકરાચાર્ય સ્વામી સદાનંદજીનું ભવ્ય સ્વાગત

મન વલ્લભ હોલમાં યોજાઈ ધર્મસભાઃ જલારામબાપાને ગુરૃજીએ કર્યા યાદ

દ્વારકા તા. ૧૭ઃ દ્વારકા લોહાણા મહાજનના આંગણે જગતગુરૃજીનું ભવ્યતિભવ્ય સ્વાગત શાકમાર્કેટ ચોકથી શોભાયાત્રામાં જગતગુરુને પુષ્પવર્ષા સાથે આવકાર્યા હતાં.

દ્વારકા શારદા પીઠાધિશ્વર જગતગુરૃ સંદાનંદ સરસ્વતિજી મહારાજના ચાર્ત્માસ્યવર્ત દરમ્યાન તા. ૧૬ મી ના ગઈકાલે સાંજે મહારાજજીએ દ્વારકા રઘુવંશી સમાજના આંગણે પધરામણી કરી હતી શાકમાર્કેટ ચોકમાં ગુરૃજીનું ભવ્ય પુષ્પવર્ષા સાથે વાજતે-ગાજતે શાસ્ત્રોકત શ્લોકના પઠન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

બાદમાં લોહાણા મહાજનવાડીમાં મન વલ્લભ હોલમાં યોજાયેલા ધર્મસભા સત્સંગના પ્રારંભે રઘુવંશી યુવાનો પારશ રાયઠઠ્ઠા, રવિ બારાઈ, જેન્તીભાઈ પાબારી, અક્ષય બારાઈએ જગતગુરૃ શંકરાચાર્યજીની પાદુકાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે વત્સલ પુરોહિતએ પુજન કરાવ્યું હતું. દ્વારકા લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ બચુભાઈ વિઠ્ઠલભાઈ વિગેરે તથા ઓખા લોહાણા મહાજનના પ્રમુખ મોહનભાઈ બારાઈ વિગેરે અને સુરજકરાડીના રાજુભાઈ સુતરીયા, પરિમલ દાસાણી, રઘુવંશી સોશ્યલ ગ્રુપના કનુભાઈ હિડોચા, અશ્વિન ગોકાણી વિગેરેએ જગતગુરૃજીનું સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા હતાં.

જગતગુરૃ શંકરાચાર્યજી મહારાજના પ્રતિનિધિરૃપે નારાયણનંદ બ્રહ્માચાર્યજી તથા અશ્વિનભાઈ પુરોહીતએ મહાજનને સ્મૃતિ ભેટ સ્વરૃપે આદિ શંકરાચાર્યજીના સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.

લોહાણા મહાજનના વિશાળ પરિસરમાં રપ૦૦ રઘુવંશી ભાઈઓ તથા બહેનોનું સમૂહ પ્રસાદ (ભોજન) સ્વરૃપે શારદાપીઠ દ્વારા કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ ભાયાણી, ચંદુભાઈ બારાઈએ કર્યું હતું. યશવંત પાઉંએ સનાતન ધર્મ અને શંકરાચાર્યજીને પરંપરાનું ઉદ્બોધન કર્યું હતું.

દેને કો ટુકડો ભલો લેને કો હરિનામ

લોહાણા સમાજની ધર્મ પ્રવચન સભામાં જગતગુરૃ સંદાનંદજીએ ગુરૃ અને ભકતોની પરંપરા તથા તેમના સમાજ પ્રત્યે ભાવભક્તિ અને ઉપાસનાના સ્મરણોને યાદ કરતા રઘુવંશી સમાજમાંથી આવતા વિરપુરવાસી પરમ પજનીય ભકત એવા સંત શ્રી જલારામ બાપાના કેટલાક સ્મરંણોની યાદ તાજી કરવાતું પ્રેરણારૃપ ઉદ્દબોધન કરતા રઘુવંશી સમાજના હદયમાં આંસુઓના દરિયો છલકાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh