Advertisement
Author: નોબત સમાચાર

અજ્ઞાન-ભ્રાંતિ દૂર થાય, તો જ પરમાત્માને જાણી શકાયઃ શંકરાચાર્ય સદાનંદ સ્વામીજી

શાસ્ત્રો અને ગુરુ પરમાત્માનો બોધ કરાવે છે

આષાઢ કૃષ્ણ તેરસ શ્રી શારદાપીઠ દ્વારકામાં ચાલી રહેલ ચાતુર્માસ વ્રત અનુષ્ઠાનના સાયં સત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રવચનમાં જગદ્ગુરુ મહારાજે જણાવ્યું હતું કે, અજ્ઞાન અને ભ્રાંતિના લીધે મનુષ્ય પરમાત્માને જાણી શકતો નથી, જેથી અજ્ઞાન અને ભ્રાંતિને દૂર કરવાની જરૃર છે. અજ્ઞાન અને ભ્રાંતિ ગુરુ, ગ્રંથ અને ગોવિંદના શરણમાં જવાથી દૂર થાય છે. મનુષ્યના કરેલા કર્મોનું ફલજ એની સાથે જાય છે. એની ધન, સંપત્તિ, પશુ, પુત્ર, પત્ની, સંબંધીઓ બધી જ પ્રિય વસ્તુઓ અહીંયા છૂટી જાય છે. ફક્ત અને ફક્ત કરેલા કર્મોનું ફલજ એની સાથે જાય છે. જેથી મનુષ્યએ સમજી અને ધર્મમાં પ્રવૃત્ત થવું. વૃક્ષો લગાવવા, પાણીની પરબો બંધાવવી, રોગીઓને દવાઓ ઉપલબ્ધ કરાવવી, અન્નદાન કરવું, વિદ્યાદાન કરવું, દેવ મંદિરનું નિર્માણ, માર્ગ (સડક) નું નિર્માણ આદિ કાર્યો અર્થાત્ પરમાત્માની કૃપાથી એની પાસે જે કંઈ છે તેનો ઉપયોગ પરોપકાર માટે કરવો. આવા પરોપકારી કાર્યોથી સ્વર્ગાદી ઉત્તમ લોકોની પ્રાપ્તિ થાય છે. મનુષ્યએ ક્યારે મનમાની આચરણ કરવું નહીં, સદૈવ શાસ્ત્રો અને ગુરુની આજ્ઞા પ્રમાણે આચરણ કરવું, ગુરુજનો તત્ત્વદર્શી હોય એમની દૃષ્ટિ હંમેશાં પરમતત્ત્વમાં સ્થિર હોય એટલે એ સાધારણ મનુષ્યને પણ પરમ તત્ત્વ સુધી પહોંચાડી શકે છે.

પશ્ચિમી ધામ દ્વારિકાપુરી શંકરાચાર્ય મઠમાં ચાલી રહેલ ચાતુર્માસ્યવ્રત અનુષ્ઠાન અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહેલ છે. પ્રાતઃ મંગલ, ભગવાન ચંદ્ર મૌલેશ્વરનો અભિષેક, વેદાંત સત્ર, બ્રહ્મસૂત્ર પ્રવચન, શ્રીમદ્ ભગવદ્ગીતા પ્રવચન, ધર્મસભાઓ આદિ અનુષ્ઠાનોથી દ્વારકા નગરી કૃષ્ણમય બની છે. આજના શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રવચનમાં પૂ. ગુરુજીએ જણાવ્યું મનુષ્યની કોઈપણ ક્રિયા પ્રયોજન વગરની હોતી નથી અર્થાત્ દરેક કાર્ય કરવામાં કંઈક કારણ અથવા સ્વાર્થ હોય તો જ મનુષ્ય કાર્ય કરે છે. સમજુ મનુષ્યએ નિસ્વાર્થ, પરોપકાર માટે કામ કરવા જોઈએ. અજ્ઞાનના લીધે મનુષ્ય અવિવેકી થઈ જાય છે. અવિવેકી વ્યક્તિ નાશ પામે છે. શ્રેષ્ઠ જીવન જીવવા માટે જ્ઞાન ખૂબ જ આવશ્યક છે. કોઈપણ મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ કાયમી રહેતા નથી. સુખ આવે છે તો દુઃખ જાય છે અને દુઃખ આવે એટલે સુખ જાય સતત સુખ-દુઃખની પ્રક્રિયા આવતી જતી હોય છે. આ પ્રકૃતિના નિયમોને સમજી જો જીવન જીવવા લાગીએ તો ઘરમાં જ સ્વર્ગ ઉતરી આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh