Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭ઃ જામનગરમાં ભારત સરકારના દસ રૂપિયાનાસિક્કાની લેવડ-દેવડ થતી નથી!
સરકાર, રિઝર્વ બેંકે પ્રવર્તમાન સમયમાં મોંઘવારી અને નાના ચલણની લેતીદેતીમાં સરળતા રહે તેમજ પરચૂરણની અછત વર્તાય નહીં તેવા શુભહેતુસર રૃપિયા દસના ચલણી સિક્કા બહાર પાડ્યા, પણ ક્યાંય કરતા ક્યાંય આ દસ રૃપિયાના સિક્કા કઈ સ્વીકારતા નથી!
જામનગરની માત્ર એકાદ જ સહકારી બેંકનું ઉદાહરણ લઈએ તો આ બેંકમાં રૃપિયા ત્રીસેક લાખના દસ રૃપિયાના સિક્કાના કોથળા ભરેલા પડ્યા છે.
બેંકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેંક ગ્રાહક પાસેથી દસ રૃપિયાના ચલણી સિક્કા સ્વીકારવાનો ઈન્કાર કરી શકતી નથી, જ્યારે બેંકમાંથી ગ્રાહક નાણા ઉપાડવા આવે ત્યારે કોઈપણ નાની-મોટી રકમના ઉપાડમાં રૃપિયા દસના ચલણી સિક્કા કેવી રીતે આપે? અને ગ્રાહક ઈન્કાર કરી શકે છે.
સૌથી ગંભીર બાબત એ છે કે, બજારમાં ક્યાંય પણ નાની-મોટી ખરીદી કરવા જાવ તો સામેનો વ્યક્તિ ફેરિયો હોય કે દુકાનદાર હોય, દસ રૃપિયાના સિક્કા સ્વીકારવનો બેધડક ઈન્કાર કરી દ્યે છે. શાકભાજીવાળા પાસેથી દસ રૃપિયાની કોથમીર કે મરચા ખરીદ કરો અને દસ રૃપિયાનો સિક્કો આપો તો પણ લેવાની ના પાડી દેવામાં આવે છે, પરિણામે અન્ય આમજનતા દસ રૃપિયાના સિક્કા લેતા નથી અને પરિણામે આ સિક્કા અત્યારે જેમની પાસે છે તે વ્યવહારમાં ઉપયોગ વગરના પડ્યા છે.
કેટલાક જાણકારોના મંતવ્ય પ્રમાણે રિઝર્વ બેંકે રૃપિયા પાંચની નોટ ક્રમશઃ બંધ કરી દીધી છે અને તેના કારણે પાંચ રૃપિયાના સિક્કાની વ્યવસ્થિત રીતે ચારોતરફ રોજીંદા વ્યવહારમાં લેતી-દેતી થાય જ છે, જ્યારે અત્યારે બજારમાં રૃપિયા દસની નોટ થોકબંધ રીતે ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ હોવાથી દસ રૃપિયાના સિક્કાનો ઉપયોગ ટાળવામાં આવે છે. આમે ય સિક્કાની બાબતમાં રૃપિયા એક અને રૃપિયા બે ના સિક્કા લગભગ સરખી સાઈઝના હોવાથી લોકોને તકલીફ પડે છે. સિક્કા ખિસ્સામાં કે પર્સમાં રાખવામાં પણ મુશ્કેલી પડે છે ત્યારે રૃપિયા દસના સિક્કાને સાચવવા અને ઉપયોગમાં લેવામાં કોઈને રસ નથી.
કેટલાક વડીલોના મત પ્રમાણે અગાઉ એક રૃપિયાનો સિક્કો ગાડાના પૈંડા જેવડો હતો! જ્યારે આજે સો રૃપિયાની નોટ પણ એક નાની ચબરખી જેવી પૂરવાર થઈ રહી છે.
એનીવે... દસ રૃપિયાના ચલણી સિક્કાની અત્યારની હાલત જોતા એવું કહી શકાય કે 'દસરૃપિયાનો સિક્કો વેલ્યુ વગરનો થઈ ગયો છે!'
જો આ સિક્કાને બજારમાં ફરતો કરવો જ હોય તો દસ રૃપિયાની નોટનું છાપકામ ક્રમશઃ બંધ કરવું જોઈએ, અને દસ રૃપિયાનો સિક્કો સ્વીકારવાનો ઈન્કાર કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial