Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલ્લા ૫ાસે ટ્રક અથડાતા થાંભલો ધરાશાયીઃ
જામનગર તા.૧૭ ઃ જામનગર નજીકના ખીજડિયા બાયપાસ પાસે શનિવારે સવારે બાઈકને એક ડમ્પરે હડફેટે લેતાં નગરનું દંપતી ખંડિત થયું છે. બાઈક ચલાવી રહેલા પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની તથા એક બાઈકીને ઈજા થઈ છે. ફલ્લા પાસે ટ્રક ટકરાતા વીજ થાંભલો પડી ગયો છે અને સરૃ સેકશન રોડ પર એક મોટરની બીજી મોટર ટકરાઈ પડી હતી.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં જકાતનાકા પાસે રહેતા રસિકગીરી ગોસ્વામી (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ શનિવારે સવારે પત્ની ધીરજબેન તથા બાજુમાં રહેતા પરિવારની ચાર વર્ષની પુત્રી રિયા સાથે જીજે-૧૦-ડીએલ ૩૨૮૬ નંબરના બાઈકમાં રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડીયા બાયપાસ પાસેથી પસાર થતા હતા.
આ વેળાએ ત્યાંથી પુરપાટ ઝડપે પસાર થતાં જીજે-૧૦-ટીએક્સ ૯૦૦૯ નંબરના ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. આ ડમ્પરના ચાલકે મોટર સાયકલને હડફેટે લેતા રસીકગીરી તથા તેમના પત્ની ધીરજબેન અને રીયા રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થતાં રસિકગીરીનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ધીરજબેનનેે ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે અને બાળકીને પણ ઇજાઓ થવા પામી છે.
આ અકસ્માત અંગે મૃતકના પુુત્ર પ્રતિકગીરી ગોસ્વામીએ પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા ફલ્લા ગામ નજીકના દ્વારકાધીશ જિનિંગ મિલ સામેથી શુક્રવારે સવારે પસાર થતા જીજે-૧૨ બીવી ૮૯ ૧૬ નંબરના ટ્રકના ચાલકે પોતાનો ટ્રક ત્યાં આવેલા વીજ કંપનીના થાંભલા સાથે અથડાવ્યો હતો. અકસ્માતના કારણે એક થાંભલો પડી ગયો હતો અને બીજો થાંભલો બેવડો વળી ગયો હતો. વીજ કંપનીના કર્મચારી હર્ષભાઈ એન. ચાંદ્રાએ ટ્રકના ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરી છે.
જામનગરના આઈએનએસ વાલસુરામાં રહેતા પ્રિયાંસુ હરેન્દ્રસિંઘ સજવાન ગઈકાલે સાંજે વાલસુરાથી સાયકલ ખરીદવા માટે શહેરમાં મોટર સાથે આવતા હતા ત્યારે સરૃ સેકશન રોડ પર તેમની મોટરની પાછળ જીજે-૧૦-સીએન ૬૦૮૦ની મોટર ટકરાઈ પડતા નુકસાન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial