Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપના સભ્યોની વરણી નિશ્ચિત
જામનગર તા. ૧૭ઃ આગામી ટૂંક સમયમાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની ચૂંટણી યોજાનાર છે.
જામનગર મનપામાં ભાજપની સ્પષ્ટ અને સંતોષજનક બહુમતિ હોવાથી મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિતના પદો ઉપર ભાજપના જ સભ્યોની વરણી થશે તે નિશ્ચિત છે.
આગામી અઢી વર્ષની મુદ્ત માટે મેયર પદ અનામત છે. તેથી અનામત વર્ગમાંથી ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોમાંથી કોણ મેયરપદે બીરાજશે તેવી અટકળો શરૃ થઈ છે.
મેયરપદે અત્યારે મહિલા હોવાથી અનામત વર્ગમાંથી પુરુષને પદ સોંપાશે તે નક્કી છે. જેમાં ખૂબ જ સરળ સ્વભાવના, શિક્ષિત અને પક્ષને સમર્પિત એવા વિનોદ ખીમસૂર્યાનું નામ મોખરે છે, પણ ભાજપના જે કેટલાક નેતાઓ ગોહિલના નામની તરફેણ કરી રહ્યા છે, તો એક ત્રીજા સભ્યના નામને પણ વહેતું મૂકી વિનોદ ખીમસૂર્યા માટે મુશ્કેલી ઊભી કરવામાં આવી રહી છે. ભાજપના અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે પ્રદેશ મોવડી મંડળમાં ખીમસૂર્યાનું નામ ગુડબુકમાં છે જ.
ડેપ્યુટી મેયર પદે કોઈ મહિલાને તક આપવામાં આવે તેવી શક્યતા છે. જેમાં ક્ષત્રિય મહિલા કોર્પોરેટરનું નામ મોખરે છે, જો કે અન્ય એક શિક્ષિત મહિલાનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે.
સૌથી મહત્ત્વના અને વજનદાર એવા સ્થાયી સમિતિના ચેરમેનપદ માટે ગોપાલ સોરઠિયાનું નામ લગભગ નક્કી માનવામાં આવે છે. આ ઉપરાંત અન્ય કોર્પોરેટરમાંથી નિલેશ કગથરા, કિશનભાઈ માડમના નામ પણ પક્ષમાં ચર્ચાઈ રહ્યા છે.
ર૦ર૪ માં લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે મનપામાં મહત્ત્વના પદો ઉપર અનુભવી અને કાર્યશીલ સભ્યોની વરણી કરવામાં આવે તે માટે મોવડીમંડળ પણ તમામ પાસાઓને ધ્યાનમાં રાખશે.
બાકી તો શાસક જુથના નેતાને પણ કારની સુવિધા મળે છે, દંડકનું પદ માત્ર નામ પૂરતું જ છે તેથી આ બન્ને પદનો નારાજગી દૂર કરવા ઉપયોગ થાય તો નવાઈ નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial