Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭ઃ જામનગરમાં નવી નુરી મસ્જિદ, ફરાસાવાડમાં મોહર્રમ શરીફ ચાંદરાતથી ૧૦ દિવસ વાએઝ શરીફનો નુરી જલ્સો ઈશા નમાઝ પછી યોજેલ છે. જેમાં જુમ્મા મસ્જિદના પેશ ઈમામ મૌલાના સુલેમાન બરકાતી અને મૌલાના સરફરાઝ રઝવી શહીદે કરબલાની શાનમાં નુરી તકરીર ફરમાવશે.
જામનગરમાં અકસાચોક (કાલાવડ નાકા બહાર) માં મોહર્રમ શરીફના ચાંદરાતથી નવ દિવસ તકરીરનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે. જેમાં કાઝીએ શહેર હઝરત અલ્લામા મૌલાના સુલેમાન બરકાતી ઈમામ હુસેનની શાનમાં નુરી તકરીર ફરમાવશે તેમ અલ-અકસા કમિટીએ જણાવેલ છે.
મીરાદાતાર હુસેનીચોકમાં આ વર્ષે પણ એક જ મેદાનમાં સતત ૧૦ર વર્ષથી યાદે હુસેનની યાદમાં વાએઝ શરીફના પ્રોગ્રામ યોજવામાં આવે છે. મોહર્રમ શરીફના ચાંદરાતથી ૧૦ દિવસ સધી વાએઝ શરીફનો નુરી જલ્સો યોજેલ છે. જેમાં ચાંદ કમિટીના પ્રમુખ કારી હાજી મહમદ મુસ્તાક બાપુ બ્લોચ ર૪ વર્ષથી આ જગ્યાએ શહીદે કરબલાની શાનમાં નુરી તકરીર ફરમાવી રહ્યાં છે. આ મહેફીલમાં સામેલ થવા હુશેની યંગ કમિટીએ અનુરોધ કરેલ છે.
જામનગરમાં ગરીબ નવાઝ ૫ાર્ક-ર, શેરી નં. પ, મોરકંડા રોડ, મોહર્રમ શરીફ દરમિયાન ઈશા નમાઝ પછી નવ દિવસ સુધી વાએઝ શરીફનો નુરી જલ્સો યોજેલ છે. જેમાં હાફીઝો કારી ગુલ્ફામ હસન સાહબ શોહદાએ - કરબલાની શાનમાં નુરી તકરીર ફરમાવશે.
અમન-ચમન સોસાયટીઃ જામનગરમાં કાલાવડ નાકા બહાર અમન-ચમન સોસાયટીમાં મોહર્રમ શરીફના ચાંદ રાતથી વાએઝ શરીફનો નુરી જલ્સો યોજેલ છે. જેમાં સીદ્દીકે અકબર મસ્જિદના મૌલાના સૈયદ આફતાબ બાપુ કાદરી હુશેનની શાનમાં નુરી તકરીર ફરમાવશે.
જામનગરમાં સુમરા ચાલી પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહર્રમ શરીફ દરમિયાન શાનદાર તકરીરનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં મદીના મસ્જિદના પેશ ઈમામ મૌલાના હાફિઝ ફૈઝુલ હસન રઝવી શોહદા-એ-કરબલાની શાનમાં નુરી તકરીર ફરમાવશે.
જોડિયા બંદરસઃ મોટાવાસમાં ગુલાબશાહ પીરની દરગાહ પાસે - મોહર્રમ શરીફ દરમિયાન વાએઝ શરીફનો શાનદાર કાર્યક્રમ તા. ર૦-૭-ર૦ર૩ ના બપોરે ર.૩૦ વાગ્યે રાખવામાં આવેલ છે. જેમાં હઝરત મૌલાના સૈયદ છોટે સલીમબાપુ બુખારી (બેડી), મૌલાના હાજી બશીરબાપુ, મૌલાના હાજી યુનુસ બાપુ, મૌલાના હાજી શાહ - આલીમબાપુ કરબલાની શાનમાં નુરી તકરીર ફરમાવશે તેમ સુન્ની-મુસ્લિમ જમાત જોડિયાબંદર મોટાવાસ દ્વારા જણાવેલ છે.
સલાયાઃ દેવભૂમિ દ્વારકાના સલાયા ગામે મોહર્રમ શરીફ દરમિયાન મોહર્રમ ચાંદ ૭,૮,૯ ત્રણ દિવસ સુધી ઈશા નમાઝ પછી જુમ્મા મસ્જિદ પાસે, શહેનશાહે ખિતાબત પીરે તરીકત હુઝુર ગાજી-એ-મિલ્લત પધારી રહ્યાં છે. તેઓ કરબલાની શાનમાં નુરી તકરીર ફરમાવશે.
જામસલાયામાં જુમ્મા મસ્જિદ પાસે મોહર્રમ શરીફ દરમિયાન તકરીરનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે. મોહર્રમ ચાંદરાતથી મુ. ૧/ર મૌલાના સૈયદ દિલશાદ અહમદ સાહબ કિબ્લા અને મોહરમ ચાંદ મુ. ૩,૪,પ,૬ મૌલાના હાફીઝો કારી સઈદ અનવર સાહબ કિબ્લા જશ્ને શહીદે આઝમની શાનમાં નુરી તકરીર ફરમાવશે. તેમ ગુલભાને હુશેન મોહર્રમ કમિટી અને સુન્ની-મુસ્લિમ જમાત સલાયાએ જણાવ્યું છે.
ઓખાઃ ઓખામાં ગેસ કંપની રોડ, હસનૈન ચોકમાં દશ દિવસ સુધી મગરીબ નમાઝ પછી વાએઝ શરીફનો નુરી જલ્સો યોજેલ છે. જેમાં કારી અયુબ સાહબ રઝવી શહીદે આઝમની શાનમાં નુરી તકરીર ફરમાવશે.
ઓખામાં ભૂંગાના મદ્રેસામાં મોહર્રમ શરીફના ચાંદરાતથી ૧૦ દિવસ સુધી રાત્રે ૧૦ વાગ્યે નુરી તકરીરનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં કારી અયુબ સાહબ રઝવી ઈમામ હુસેનની શાનમાં નુરી તકરીર ફરમાવશે તેમ સુન્ની-મુસ્લિમ ભડાલા જમાત (ઓખા) એ જણાવેલ છે.
આરંભડાઃ આરંભડામાં મહેન્દ્રસિંહ ચોક જુમ્મા મસ્જિદ પાસે મોહર્રમના ચાંદથી ૧૦ દિવસ સુધી ઈશા નમાઝ પછી તાજદારે કરબલાની શાનમાં બ્યાન રાખેલ છે. જેમાં ઓખા મસ્જિદ જિલ્લાનીના મૌલાના ખાલીદ રઝા નુરી તકરીર ફરમાવશે તેમ સુન્ની-મુસ્લિમ જમાત આરંભડાએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial