Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર શહેરમાંથી ડિગ્રી વગરના ડોક્ટરને પકડી પાડતી એસઓજીઃ દવા-સાધનો કબજે

ધો.૧૨ સુધી ભણેલા શખ્સે શરૃ કર્યું હતંુ દવાખાનુઃ

જામનગર તા.૧૭: લાલપુરમાં રહેતા એક શખ્સ પાસે ડિગ્રી ન હોવા છતાં તેણે પોતાને ડોક્ટર જાહેર કરી ક્લિનિક શરૃ કરી દીધુ હતું. તેની બાતમી મળી જતાં એસઓજીએ દરોડો પાડી ધો.૧ર સુધી ભણેલા આ કહેવાતા ડોક્ટરની અટકાયત કરી છે. તેના ક્લિનિકમાંથી દવા સહિતના સાધનો કબજે કરાયા છે.

લાલપુર શહેરમાં જૂની શાક માર્કેટ પાસે એક શખ્સ પોેતે ડોક્ટર ન હોવા છતાં ક્લિનિક ચલાવતો હોવાની બાતમી જામનગર એસઓજીના રાજેશ મકવાણા, હર્ષદભાઈ, મયુદ્દીન સૈયદને મળતા શનિવારે સાંજે પીઆઈ બી.એન. ચૌધરીની સૂચનાથી અને પીએસઆઈ જે.ડી. પરમારના વડપણ હેઠળ એસઓજી ટીમે લાલપુરમાં દરોડો પાડ્યો હતો.

જૂની શાક માર્કેટ નજીક આવેલા તૃપ્તિ ક્લિનિકમાં એસઓજીએ તપાસ કરતા ત્યાંથી લાલપુરનો પ્રકાશ મહેશભાઈ વ્યાસ નામનો શખ્સ મળી આવ્યો હતો. વિરોજા પ્લોટમાં રહેતા આ શખ્સ પાસે તેની ડિગ્રી જોવા મંગાતા આ શખ્સ પાસે ડિગ્રી ન હોવાનું ખૂલ્યું છે. માત્ર ધો.૧૨ સુધી અભ્યાસ કરનાર પ્રકાશે પોતાને ડોક્ટર જાહેર કરી તૃપ્તિ ક્લિનિક શરૃ કરી દીધાનું ખૂલ્યું છે. એસઓજીએ તેના કહેવાતા ક્લિનિકમાંથી સ્ટેથોસ્કોપ, દવાઓ વગેરે કબજે કર્યા છે. લાલપુર પોલીસ સ્ટેશનમાં આ શખ્સ સામે મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટની કલમ-૩૦ તથા આઈપીસી ૩૩૬ હેઠળ ગુન્હો નોંધાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh