Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૭ ઃ ધ્રોલમાં આવેલા બે મકાન ઉપરાંત ખેતીની જમીન અંગે ગુજરનારના વીલના આધારે વેચાણની કરાતી તજવીજ સામે અદાલતનો આશરો લેવાયો છે. તેમાં વચગાળાનો મનાઈહુકમ ફરમાવવામાં આવ્યો છે.
ધ્રોલના ચંદનવાસમાં આવેલા અને સિટી સરવે કચેરીમાં ૪૨૩ નંબરથી નોંધાયેલા એક મકાન અંગે અદાલતમાં દાવો કરાયો છે. તે મકાન ઉપરાંત લતીપર રોડ પર સરવે નં.૩૯૨માં આવેલી જગ્યા, ધ્રોલની સીમમાં સરવે નં.૬૮૮વાળી જગ્યામાં ગુજરનાર ત્રિકમભાઈ સવાભાઈ ચાવડાના સીધીલીટીના વારસદાર મંગુબેન, હંસાબેન, પાર્વતીબેન તથા ત્રણ પુત્રનો હકક આવેલો છે.
તે જગ્યાઓ તેમના પુત્ર તુલસીભાઈ, નરશીભાઈ, મુકેશભાઈ ખોટું વીલ રજૂ કરી વેચાણ કરવા તજવીજ કરાતી હોવાની રાવ સાથે હંસાબેનના વારસ અમિત ભાંભી વગેરેેએ ત્રિકમભાઈના વર્ષ ૨૦૧૬ના કહેવાતા વીલને રદબાતલ ઠરાવવા માટે દાવો કર્યાે હતો.
તે દાવા અંતર્ગત ઉપરોક્ત મિલકતો અન્યને ટ્રાન્સફર ન થાય તે માટે વચગાળાનો મનાઈહુકમ મંગાતા અદાલતે મનાઈહુકમ ફરમાવ્યો છે. વાદી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અશ્વિન સોનગરા, એ.એ. મુંગરા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial