Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રથમ તબક્કામાં આ પ્રકારની નવ ટ્રેનો શરૃ થઈ છે
જામનગર તા. ૧૭ઃ રાજકોટ રેલવે ડિવિઝનમાં ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે ઈલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થતાં હવે મુસાફર ટ્રેન ઈલેકટ્રીક એન્જિન સામે દોડતી કરવામાં આવી છે. ગઈકાલે પ્રથમ ઓખા-મુંબઈ ટ્રેન ઈલેકટ્રિક એન્જિન સાથે રવાના થઈ હતી.
પ્રથમ તબક્કામાં નવ ટ્રેનો શરૃ કરવામાં આવી છે. આ પછી અન્ય ટ્રેનો તબક્કાવાર શરૃ કરવામાં આવશે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે ઈલેકટ્રીફિકેશનનું કામ પૂર્ણ થતા હવે જામનગરથી ઓખાથી ઈલેકટ્રિક એન્જિન સાથે ટ્રેનો દોડાવવાનું શરૃ કરવામાં આવ્યું છે. ગઈકાલે ઈલેકટ્રીક એન્જિન સાથેની પ્રથમ ટ્રેન ઓખાથી મુંબઈ સૌ.મેઈલ રવાના કરવામાં હાવી હતી. પ્રથમ તબક્કામાં નવ ટ્રેનો ઈલેકટ્રીક એન્જિન સાથે દોડાવવામાં આવી રહી છે. જેમાં ઓખા-મુંબઈ (સૌ.મેઈલ) ઓખા-ભાવનગર, હાપા-મુંબઈ (દુરન્તો), જામનગર-બ્રાન્દ્રા (હમ સફર) જામનગર વડોદરા) (ઇન્ટરસીટી), ઓખા-ગોરખપુર, ઓખા-પુરી, હાપા-કટરા અને જામનગર કટરા (જમ્મુતાવી) ટ્રેનનો સમાવેશ થાય છે.
આ પછી બીજા તબક્કામાં વધુ ઈલેકટ્રીક ટ્રેનો શરૃ કરવામાં આવનાર છે. ઈલેકટ્રીક એન્જિનથી પ્રદુષણ ઘટશે, મુસાફરનો અને રેલવેનો સમય પણ બચશે, તથા અમદાવાદ અમુક ટ્રેનો રાજકોટ, જામનગર અથવા ઓખા સુધી લંબાવવામાં આવી શકે છે. જામનગરમાં એક સમયે કોલસા (સ્ટીમ એન્જિન)થી ત્યારપછી ડિઝલથી દોડતી ટ્રેન હવે ઈલેકટ્રિક ટ્રેનથી દોડી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial