Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલથી રાજ્યમાં મેઘરાજાના ત્રીજા રાઉન્ડની આગાહી
અમદાવાદ તા. ૧૭ઃ રાજ્યમાં ત્રણ સિસ્ટમની અસર થવાથી અનેક જગ્યાએ ભારે તેમજ અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૃ થતાં વરસાદનું જોર વધવાની શકયતા છે. ત્યારે આજે પંચમહાલમાં જાંબુઘોડામાં સવારે ૪ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં ધોધમાર પ ઈચ વરસાદ ખાબક્યો હતો. જેથી સુખી નદી બે કાંઠે વહેતી થઈ હતી. તેમજ જાંબુઘોડાથી બીડેલી તરફ જવાના માર્ગ ઉપર આવેલો વર્ષો જુનો બ્રિટિશ રાજ્ય સમયનો પુલ ધોવાતા રોડ ઉપર ગાબડું પડ્યું હતું.
આ ઉપરાંત વડોદરાના ડભોેઈમાં છેલ્લા ર૪ કલાકમાં ૩ ઈચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે પ્રસિદ્ધ તિર્થ સ્થાન કુબેર ભંડારી જવાના માર્ગ ઉપર પણ ફરી વળતા અમાસ ભરવા જતા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. આ ઉપરાંત છોટા ઉદ્દેપુરના પાવી જેતપુરમાં અઢી ઈંચ, બોડેલીમાં એક-એક ઈચ વરસાદ વરસ્યો હતો. મેરિયા અને ઢાઢર નદીમાં ઘોડાપૂર આવ્યા હતાં. રાજ્યમાં આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં ૩૩ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં હજુ પણ આગામી પ દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ર૪ કલાક દરમિયાન સૌથી વધુ ડભોઈ તાલુકામાં ૬૯ મિલી મીટર વરસાદ ખાબકતા તાલુકો પાણી-પાણી થઈ ગયો હતો. ડભોઈ નગરની શેરીઓમાંથી નદીઓ વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે તાલુકાના ધોરીમાર્ગો ઉપર માર્ગોની બાજુમાં આવેલા કાંસોના પાણી છલકાઈને રોડ ઉપર આવી પહોંચ્યા હતાં. ભારે વરસાદને પગલે તાલુકામાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ખેતરો પણ પાણીથી છલકાઈ ગયા હતાં. ખેતી લાયક વરસેલા વરસાદથી તાલુકાના ખેડૂતો ખુશ થઈ ગયા છે.
છોટા ઉદેપુર જિલ્લામાં રાત્રી દરમિયાન અને વહેલી સવારે પડેલા ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા હતાં. જેથી જનજીવનને અસર પહોંચી છે. મેરિયા નદી તેમજ ઢાઢર નદીમાં પુર આવ્યા હતાં. મેરિયા નદીમાં પુર આવતા બોડેલીના રણભુન ઘાટીથી પાટિયા વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેને લઈેન પાટિયા પંથકના લોકોને અવર-જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ઢાઢર નદીમાં પુર આવતા સંખેડાના કંટેશ્વર કાળી તલાવડી વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં અવર જવર બંધ થઈ ગઈ છે. કંટેશ્વર ગામના લોકોને સંખેડા જવા માટે ૧પ કિલોમીટરનો ફેરાવો ફરવાનો વારો આવ્યો છે. જ્યારે નાના ખેતરોમાં પાણી આવી જતાં સંખેડાના કાવિઠા ગામમાં જવાના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા ગ્રામજનોને કોતરના પાણીમાં ઉતરીને ગામની બહાર જવાની ફરજ પડી રહી છે.
શહેરમાં શનિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમ જેમ સમય પસાર થતો રહ્યો તેમ તેમ વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૃપ ધારણ કરીને અનરાધાર વરસતો રહ્યો હતો. સમગ્ર શહેરમાં પાણી જ પાણી. ગોધરા શહેરના આદ્યમહેશ્વરી સોસાયટી, યોગેશ્વર સોસાયટી, ઝુલેલાલ સોસાયટી, સિંધુરીમાતા મંદિર, વાલ્મિકિ વાસ, તીરગરવાસ, ઢોલીવાસ, ડોડપા તળાવ,ખાડી ફળિયા, ચિત્રા ખાડી, રામેશ્વરનગર વગેરે વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં.
હવામાનની આગાહી
રાજ્યમાં આગામી પ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તા. ૧૮-૧૯ અને ર૦ અને ર૧ જુલાઈએ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત આવતીકાલથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૃ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial