Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંનેને તેના ઘરેથી દબોચી લીધાઃ
જામનગર તા. ૩૧: જામનગરના બે શખ્સ સામે ભાણવડ પોલીસ મથકમાં દારૂ બંધી ભંગ અંગે ગુન્હો નોંધાયા પછી બંને આરોપી નાસતા ફરતા હતા. આ આરોપીઓને સિટી એ ડિવિઝનના સ્ટાફે તેના ઘરેથી દબોચી લીધા છે.
જામનગરની સાધના કોલોની વિસ્તારમાં રહેતા હિતેશ સોમાભાઈ ચાવડા ઉર્ફે સાકીડા સામે ચાલુ વર્ષમાં દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ મથકમાં દારૂબંધી ભંગનો એક ગુન્હો નોંધાયો હતો. તે ઉપરાંત શંકરટેકરીમાં નવી નિશાળ પાછળ હુસેની ચોકમાં રહેતા નાઝીર ઉર્ફે નાજલો નુરમામદ ઘોઘા નામના શખ્સ સામે પણ ભાણવડ પોલીસ મથકમાં દારૂ બંધી ભંગ અંગે કેસ નોંધાયો હતો. ત્યારથી બંને આરોપી નાસતા ફરતા હતા.
ઉપરોક્ત બંને આરોપી પોતાના ઘરે આવ્યા હોવાની બાતમી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફને મળતા પીઆઈ વી.એમ. ડોડીયા તથા સ્ટાફે સાધના કોલોની તથા શંકરટેકરીમાં બંને આરોપીના ઘરે દરોડો પાડી બંનેને દબોચી લીધા છે. બંને આરોપીનો કબજો ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial