Advertisement
Author: નોબત સમાચાર

જામનગર આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓએ તૈયાર કરેલા ૧૫ પ્રોજેકટ્સ નિહાળી શ્રમ મંત્રી બાવળિયા ખુશ

'ટેકનો કોન્સેપ્ટ્સ' દ્વારા ભેટ અપાયેલ ઈલેકટ્રીકલ સિસ્ટમનું કર્યું લોકાર્પણ

                                                                                                                                                                                                      

રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આઈ.ટી.આઈ. જામનગરની મુલાકાત લઇ સંસ્થાના વિવિધ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી તેમજ ત્યાં ચાલતી શૈક્ષણિક અને ટેકનિકલ પ્રવૃત્તિઓની ઝીણવટભરી માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન તેઓએ આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓ દ્વારા રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવાં તૈયાર કરવામાં આવેલ ૧૫ જેટલાં વિભિન્ન મોડેલ્સ અને પ્રોજેક્ટ્સનું પ્રદર્શન નિહાળ્યું હતું. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને તકનીકી સુઝબુઝ જોઈને બાવળિયાએ તેમના કૌશલ્યની મુક્ત મને સરાહના કરી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ વધુ કુશળતા સાથે આધુનિક અભ્યાસ કરી શકે તેવા હેતુથી 'ટેકનો કોન્સેપ્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રા. લિ.' દ્વારા આઈ.ટી.આઈ.ને ભેટ સ્વરૂપે આપવામાં આવેલ ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ સિસ્ટમનું તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મંત્રીશ્રીએ સંસ્થામાં કાર્યરત વહિકલ લેબ અને ઓટોમોબાઇલ વર્કશોપની પ્રત્યક્ષ મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ સાધન-સુવિધાઓ અને તાલીમ પદ્ધતિઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના આચાર્ય આર.એસ. ત્રિવેદી, જે.આર. શાહ, ફોરમેન, સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરો તથા આઈ.ટી.આઈ.નો સ્ટાફ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh