Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના આ મંદિરે દેશ-વિદેશથી દર્શનાર્થીઓ પહોંચે છે
જામનગર તા. ૩૧: ધર્મક્ષેત્રે જામનગરની વૈશ્વિક ઓળખરૂપ શ્રી બાલાહનુમાન મંદિરની અખંડ રામધૂનનો આવતીકાલે ૬૩માં વર્ષમાં પ્રવેશ થનાર છે. આવતીકાલ તા.૦૧ ઓગષ્ટના વિવિધ મનોરથ તથા મહાઆરતી દર્શનનો લાભ ભાવિધ લઈ શકશે.
'છોટી કાશી'નું ઉપનામ ધરાવતા જામનગર શહેરને 'ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ'માં બબ્બેવાર સ્થાન અપાવીને-મેળવીને શહેરને ધર્મક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવનારા શ્રી બાલા હનુમાન મંદિર પર ચાલી રહેલી અખંડ રામધૂનને આજે ૬૨ વર્ષ પૂર્ણ થઇ રહૃાા છે.
શહેરના તળાવની પાળ પર સંત સદ્દગુરૂદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજે 'શ્રીરામ જય રામ જય જય રામ'નો અખંડ મંત્ર જાપ તા.૦૧ ઓગષ્ટ-૧૯૬૪ના શુભ દિનથી કરાવ્યો હતો, જે નાદ આજે ૬૨ વર્ષથી અવિરત રીતે બોલાઇ રહૃાો છે. અને આવતીકાલ તા. ૧ ઓગષ્ટ-૨૦૨૬ના આ અખંડ રામ નામ જાપ ૬૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.
આ અવસરે આવતીકાલ તા. ૦૧ના શ્રી બાલા હનુમાન મંદિર પર વિવિધ મનોરથ દર્શનનો લાભ ભાવિકોને મળશે, સાથે જ સંઘ્યા મહાઆરતી પણ કરવામાં આવશે.
આ અખંડ રામધૂન પર પરમાત્માના એવા આશીર્વાદ રહૃાા છે કે, ટાઢ-તડકો-વરસાદ કે વાવાઝોડું-ભૂકંપ-અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ કે કોરોના જેવી મહામારીના કપરા કાળમાં પણ આ ધર્મસ્થાન પર અખંડ રામધૂન સતત યથાવત રીતે ચાલી રહી છે, જે શ્રદ્ધાળુઓ માટે વરદારૂપ બની રહી છે.
મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઇ લાલ આ અંગે જણાવ્યું છે કે, 'છોટી કાશી'ના ધર્મસ્થાનની અખંડ રામધૂન શહેરીજનોના સહયોગ અને પ્રભુની કૃપા વગર અવિરત રહી શકી ના હોત. જામનગરવાસીઓ અને મંદિરના સેવકો આ માટે જે સહયોગ શ્રદ્ધાભેર આપી રહૃાા છે તે અભિનંદનીય છે. રામધૂનના વાર્ષિકોત્સવ પ્રસંગે દર્શનનો લાભ લેવા તેઓએ અનુરોધ કર્યો છે.
જામનગરના આ બાલા હનુમાન મંદિર પર હવે માત્ર જામનગરવાસીઓ કે હાલાર-સૌરાષ્ટ્ર કે ગુજરાતના દર્શનાર્થીઓની જ નહીં પરંતુ દેશ-દેશાવરના દર્શનાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે, જે આ ધર્મસ્થાનનું મહાત્મ્ય દર્શાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial