Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યને 'કેમ્પા' દ્વારા પાંચ વર્ષમાં રૂપિયા ૧૨૨૬ કરોડ ફાળવાયાઃ ગુજરાતને 'સાધારણ સંવેદનશીલ' ગણાવાયુ

સાંસદ પરિમલભાઈ નથવાણીનો પ્રશ્નઃ પર્યાવરણ રાજ્યમંત્રીનો જવાબ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: ગુજરાતને ૫ વર્ષમાં કેમ્પા હેઠળ રૂ।. ૧૨૨૬ કરોડ મળ્યા હોવાની માહિતી રાજ્યસભાના સભ્ય પરિમલભાઈ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય વન રાજ્યમંત્રીએ આપી છે.

ગુજરાતને પાછલા ૫ વર્ષ દરમિયાન નેશનલ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (નેશનલ કેમ્પા) હેઠળ, રૂ।. ૧,૨૨૬.૨૧ અને મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ (એમઆઈએસએચટીઆઈ) હેઠળ રૂ।. ૬૭.૩૦ કરોડ તેમજ નગર વન યોજના હેઠળ રૂ।. ૭.૪૩ કરોડનું ફંડ પ્રાપ્ત થયું છે. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન રાજ્યમંત્રી શ્રી કીર્તિવર્ધન સિંહે ૩૦ જુલાઈ, ૨૦૨૬ના આ માહિતી ઉપલબ્ધ બનાવી હતી.

પાછલા ૫ વર્ષ દરમિયાન, ગુજરાતમાં વન વિસ્તારની કુલ ૧,૩૩,૬૬૬ હેક્ટર ડિગ્રેડેડ જમીનનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા ગ્રીન ઇન્ડિયા મિશન (જીઆઈએમ), નેશનલ કોમ્પેન્સેટરી અફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (નેશનલ કેમ્પા) જેવી યોજનાઓ/ કાર્યક્રમો દ્વારા તેમજ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને ટેકનિકલ માર્ગદર્શન પૂરૃં પાડીને ડિગ્રેડેડ ફોરેસ્ટ લેન્ડસ્કેપ્સના જીર્ણોદ્ધાર માટે પ્રયાસરત છે. આ જીર્ણોદ્ધાર પ્રવૃત્તિઓમાં સહાયિત કુદરતી પુનજીર્વન, કૃત્રિમ પુનજીર્વન, વળતર આધારિત વનીકરણ, માટી અને ભેજના સંવર્ધન માટેનાં પગલાં તથા ચોક્કસ સ્થળ-આધારિત ઇકોલોજીકલ પરિસ્થિતિઓ અનુસાર યોગ્ય સ્વદેશી/ મૂળભૂત પ્રજાતિના છોડનું વાવેતર શામેલ છે.

મંત્રીએ એ પણ માહિતી આપી કે નેશનલ એડેપ્શન ફંડ ફોર ક્લાઈમેટ ચેન્જની (એનએએફસીસી) સ્થાપના ૨૦૧૫માં કેન્દ્રીય ક્ષેત્રની યોજના તરીકે કરાઈ હતી. આનો ઉદ્દેશ ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં (યુટીએસ) નક્કર અનુકૂલન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો હતો, જેની પર જલવાયુ પરિવર્તનની મહત્તમ પ્રતિકૂળ અસરો થઈ શકે છે. આના હેઠળ, ગુજરાત સહિત દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ૩૦ પ્રોજેક્ટ મંજૂર કરાયા છે. *ગુજરાતના કચ્છમાં કુદરતી સંસાધન આધારિત સમુદાયો માટે જલવાયુ પરિવર્તન અનુકૂલનઃ પાણી અને આજીવિકા સુરક્ષા તથા ઇકોસિસ્ટમ પ્રસ્થાપન દ્વારા સ્થિતિસ્થાપકતાને સુદૃઢ બનાવવી* નામનો પ્રોજેક્ટ રૂ।. ૨૧.૩૬ કરોડના ખર્ચે મંજૂર કરાયો હતો. વધુમાં, ગુજરાતને ક્લાઇમેટ ચેન્જ પરના સ્ટેટ એક્શન પ્લાન્સની સમીક્ષા માટે રૂ।. ૧૨ લાખની નાણાકીય સહાય પણ મંજૂર કરાઈ છે. ડીએસટીએ છેલ્લા ૫ વર્ષ દરમિયાન ગુજરાતની સ્ટેટ ક્લાઇમેટ ચેન્જ સેલને પણ નાણાકીય સહાયતા પૂરી પાડી છે.

આ લેખિત જવાબમાં પૂરી પડાયેલી માહિતીમાં ઉલ્લેખ કરાયો છે કે, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે (ડીએસટી) *ક્લાઇમેટ વલ્નરેબિલિટી એસેસમેન્ટ ફોર એડેપ્શન પ્લાનિંગ ઈન ઈન્ડિયા યુઝિંગ એ કોમન ફ્રેમવર્ક* શિર્ષક હેઠળ રાષ્ટ્રીય-સ્તરનો અભ્યાસ હાથ ધર્યો હતો. તે આબોહવાને લગતા વર્તમાન જોખમોના સંદર્ભમાં રાજ્યો અને જિલ્લાઓની સંબંધિત નબળાઈનું સૂચક-આધારિત મૂલ્યાંકન પૂરૃં પાડે છે. આ અભ્યાસ ભારતમાં સૌથી નબળા રાજ્યો અને જિલ્લા તેમજ વર્તમાન ક્લાઇમેટ પરિસ્થિતિ હેઠળ નબળાઈના મુખ્ય ચાલકોની ઓળખ કરે છે. ડીએસટી ગુજરાતમાં સ્ટેટ ક્લાઇમેટ ચેન્જ સેલને (એસસીસીસી) નબળાઈ અને જોખમ મૂલ્યાંકન, માનવ ક્ષમતા-નિર્માણ કાર્યક્રમો, જનજાગૃતિ કાર્યક્રમો અને સંસ્થાકીય ક્ષમતા-નિર્માણ પ્રવૃત્તિઓ હાથ ધરવા પણ ટેકો પૂરો પાડે છે. આ મૂલ્યાંકનમાં, અન્ય બાબતોની સાથે, એ પણ નોંધવામાં આવ્યું છે કે ગુજરાતને 'સાધારણ સંવેદનશીલ' ગણવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh