Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા ખેડૂત સમિતિના નેતૃત્વમાં હજારો ખેડૂતો જોડાયાઃ સુત્રોચ્ચાર સાથે પ્રચંડ વિરોધ પ્રદર્શિત કર્યોઃ મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ
ખેડૂતોના ખેતરોમાં ખાનગી કંપનીઓ દ્વારા વીજપોલ ઊભા કરવા, હાઈ વોલ્ટેજ વીજલાઈનો નાખવી, જેવા પ્રશ્નો અંગે જામનગર જિલ્લામાં પણ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. જામનગર જિલ્લા ખેડૂત સમિતિના નેતૃત્વમાં એકાદ હજાર જેટલા ખેડૂતો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ દ્વારા વિશાળ રેલી યોજી સુત્રોચ્ચાર સાથે સરકારના વીજલાઈન પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર કચેરીએ જઈને આ પરિપત્ર રદ કરવા, ખેડૂતોને જમીન સંપાદનમાં યોગ્ય વળતર આપવા, ખેતરોમાં વીજપોલ, વીજલાઈન નાખવામાં ખેડૂતોની સહમતિ લેવા જેવી માંગણીઓ સાથેનું આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ રેલીમાં એકાદ હજાર જેટલા લોકો જોડાયા હતા. જો ખેડૂતોની માંગણીનો તાત્કાલિક સ્વીકાર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial