Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધાર્મિક આરાધના-જ્ઞાન-તપ, એકાસણા દશાવૃત વિગેરે યોજાશેઃ
જામનગર તા. ૩૦: શ્રી સ્થાનવાસી જૈન મોટા સંઘ દ્વારા ચાંદી બજારના આંગણે સાધર્મિક ભકિત આરાધનાં ચાતુર્માસ ઉત્સવનું તા. ૨૯-૭-૨૬થી તા. ૨૪-૧૧-૨૬ સુધી આયોજન કરવામાં આવ્યું છે. હાલાર સંપ્રદાયનાં પ.પૂ.બા.બ્ર. કેશવજી મુનિ મ.સા. આદિઠાણા, લીંબડી સંપ્રદાયના ગચ્છાધિપતિ આ. ભગવંતશ્રી ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તિ ત૫સ્વી પૂ. પીયુષબાઈ મ.સા.નાં સુશિષ્યા પ્રભાવક બા.બ્ર.પૂ. વિશ્વાસીની મ.સા. આદિઠાણા તેમજ ગોંડલ સંપ્રદાયના પ.પૂ. બા.બ્ર. દયાબાઈ મહાસતિજીનાં સુશિષ્યા પ.પૂ.બા. બ્ર. કુંદનબાઈ આદિઠાણા-૫, ચાંદી બજાર મોટા સંઘનાં મનસુખલાલ વાલજીભાઈ શાહ જૈન ઉપાશ્રય, વારીયા ડેલામાં બિરાજે છે. તેઓશ્રીના આશીર્વાદથી દાતા પરિવાર જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ હસ્તે સંઘમાતા હેમલતાબા શાહ પરિવાર તરફથી ચાતુર્માસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો વધુને વધુ શ્રાવિકો લાભ મેળવે તેઓ અનુરોધ કરવામાં આવ્યો છે.
ચાતુર્માસ દરમ્યાન ધાર્મિક આરાધના મહોત્સવનું સ્થળ જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય વારીયા ડેલો રહેશે. જેમાં તા. ૨૯-૭-૨૬ થી ૨૪-૧૧-૨૬ સુધી સ્થળે ૮-૩૦થી ૧૨-૩૦ પાંચ સામાયિક, પ્રાર્થના, વ્યાખ્યાન, બાંયણી, ભકતામર સંપૂટ, જ્ઞાન અભ્યાન, બપોરે ૧૨-૩૦ સાધર્મિક ભકિત (લોકાગચ્છ જ્ઞાતિની વાડી, બપોરે ૩-૧૫થી પાંચ વાગ્યા સુધી બે સામાયિક (સોમથી શુક્રવાર), સાંજે ૭-૩૦થી ૮-૩૦ પ્રતિક્રમણ (સૂર્યાસ્ત પ્રમાણે ફેરફારો, અને રાત્રે ૮-૩૦થી ૯-૩૦ સુધી સતવન, ધર્મ ચર્ચા, પ્રશ્નોત્તરી અને સતવન રહેશે.
સ્પે. ધાર્મિક જ્ઞાન અને તપના કાર્યક્રમમાં તા. ૨-૮-૨૬ અને તા. ૯-૮-૨૬ તેમજ તા. ૧૬-૮-૨૬નાં સવારે ૯ થી ૧૨ પારિવારિક શિબિર, તા. ૨૩ ઓગષ્ટના ફેમિલી ફેન્ટા સ્ટીક (સહકુટુમ્બ લાભ લેવાનો) તા. ૧૦-૧૧-૨૬ના મે તો ઓઢી ઓઢી રે ચારીત્રની ચુંદડી તા. ૨૯, ૩૦ અને ૩૧ના વ્યાખ્યાન પછી પ્રોગ્રામ જાહેર થશે. આ દિવસોમાં ઉપવાસ અને બિયાસણા વધુ માહિતી વ્યાખ્યાના મળશે. તા. ૨૦-૧૦-૨૬ના ગ્રીન એકાસણા,પાર્શ્વનાથ ભગવાન મોક્ષ ક લ્યાણ, સિમંધર યાત્રાની જાહેરાત વ્યાખ્યાન દરમ્યાન થશે. મૃત્યુ ભાવયાત્રાની જાહેરાત પણ વ્યાખ્યાન દરમ્યાન થશે. ૪૯ દિવસ વિશિષ્ટ ડે રહેશે. કોઈપણ એક પચ્ચખાણ દા.ત. સ્પૂન ડે તે દિવસે ચમચી વગર આખો દિવસ ચલાવવાનું (૧૫ થી ૫૦ વર્ષ) ૩૨ આગમન તપમાં શરૂઆત તા. ૨૮-૭-૨૬ અને તા. ૨૯-૭-૨૬ છઠ્ઠ તપની આરાધના પછી ઉપવાસ, પારણા, એમ ૩૨ દિવસ (અઠ્ઠમ તપ કરશે તેને ૩૫ દિવસ થશે.), આચાર્ય સમ્રાટ અજરામરજી સ્વામીની ૨૧૨ મો ચરમોત્સવ નિમિત્તે અઠમ તપની આરાધનામાં બપોરે સાધુ વંદના, દરરોજની એક ગાથા, મહિનાની ૩૦ ગાથા, દર મહિને ૧ થી ૩૦ ગાથાની કવીઝ રહેશે. જેને ભાગ લેવો હોય તેને પાંચ/પાંચના ગ્રુપ બનાવી ભાગ લઈ શકશો.
સપ્ત સાહેલી પ્રશ્નમંચ જામનગરના સમસ્ત મહિલા મંડળ સાથે રહેશે. જેની તારીખ હવે જાહેર થશે.
બીજા કાર્યક્રમમાં સમસ્ત જૈન સમાજ માટેમાં એકાસણા, દયાવ્રત તથા નવ સામાયિક તા. ૨૯-૭-૨૬થી તા. ૨૪-૧૧-૨૬ સુધી દાતા પરિવાર તરફથી એકાસણા દયાવ્રત તથા નવ સામાયિકનું આયોજન જયસુખલાલ મનસુખલાલ લાલજીભાઈ શાહ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય વારીયાના ડેલામાં કરવામાં આવ્યું છે જેનો સમય સવારે ૮:૩૦ સુધીમાં પ્રવેશ લઈ બપોરે ૧૨:૩૦ સુધીમાં સામાયિક પૂર્ણ થશે. જામનગરમાં અન્ય ઉપાશ્રયોમાં પાંચ સામાયિક કરવાનો સમય ઉપરોક્ત મુજબ રહેશે તેમજ એકાસણા કરનાર તપસ્વીઓએ કોઈપણ નજીકના ઉપાશ્રયે બિરાજતા સંત-સતીજીઓ પાસે પ્રત્યાખ્યાન લેવાના રહેશે. ઉપરોક્ત ત્રણ તપના તપસ્વીઓએ ૧૨:૩૦ કલાકે શ્રી લોકાગચ્છ જ્ઞાતિની વાડીમાં સાધર્મિક ભક્તિમાં જમવા પધારવાનું રહેશે. દૂરથી આવતા તપસ્વીઓને દાતા તરફથી વાહન ભાડુ આપવામાં આવશે. જે શ્રાવક શ્રાવિકાને રોજ રોજનું આ મુજબ તપ કરવું હોય તો કરી શકે છે. તેમનેે જમવાનું નિમંત્રણ છે.
ચાતુર્માસ દરમ્યાન સંત-સતીજીઓના દર્શનાર્થે જામનગરના બધા ઉપાશ્રયોમાં બહારગામથી પધારેલ મહેમાનો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે.
દાતા પરિવાર તરફથી ચાતુર્માસ દરમ્યાન કાયમ એકાસણા, દયાવ્રત તથા પાંચ સામયિકને આયોજન સમસ્ત સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં છે. કે.ડી. શેઠ ઉપાશ્રય (સ્વસ્તિક સોસાયટી), હાલારી સંપ્રદાય સ્થાનકવાસી જૈન ઉપાશ્રય-૪, પટેલ કોલોની, મગનલાલ મુલચંદ મહેતા જૈન ઉપાશ્રય-જૈન પ્રવાસી ગૃહ, તેજ પ્રકાશ સોસાયટી, ધન્વંતરિ મંદિર સામે, અને વર્ધમાનનગર જૈન ઉપાશ્રય, રણજીતનગરનો સમાવેશ થાય છે.
અહીં પાંચ સામાયિક તથા એકાસણા જે કરે તેમના સાંજે રોજના નામા રાજુભાઈ શાહ (મો. ૯૭૧૨૩ ૭૪૯૩૦), મંજુબેન મહેતા (મો. ૯૮૨૪૫ ૪૭૬૫૩) અથવા રીટાબેન મેતા (મો. ૭૫૬૭૮ ૮૨૭૭૨) ને લખાવી આપવાના રહેશે. અને વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિની વાડીમાં ભોજન માટે આવવાનું રહેશે.
સમસ્ત સ્થાનકવાસી જૈન ઉપાશ્રયોમાં બિરાજતા સંત-સતિજીઓના દર્શનાર્થે બહારગામથી આવતા મહેમાનો માટે ખાસ ભોજન વ્યવસ્થા રાખવામાં આવી છે. જેથી સમસ્ત સ્થાનકવાસી જૈન ઉપાશ્રયોના ટ્રસ્ટીઓને દાતા પરિવારની વિનંતી છે કે પધારેલ મહેમાનોનો લાભ દાતા પરિવારને મળે તેમજ શાસનની તથા શ્રી સંઘની શોભા વધે તેવી વિનંતી કરાવી છે.
મહેમાનોએ સવારે દીપકભાઈ શાહ (મો. ૯૮૩૪૨ ૪૦૬૬૦), રાજુભાઈ શાહ (મો. ૯૭૧૨૩ ૭૪૯૩૦), રીટાબેન મેતા (મો. ૭૫૬૭૮ ૮૨૭૭૨) ને જાણ કરવાની રહેશે. તેમ સ્થાનકવાસી જૈન સંઘ ચાંદી બજાર, જામનગર કમિટીએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial