Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કચેરીના ઓડીટરની યથાવત્ રખાઈ શોધખોળઃ
જામનગર તા. ૩૧: જામનગરની જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા બે અધિકારી વતી એક નગરજન રૂ।.૧૪ હજારની ઓનલાઈન લાંચ સ્વીકારતા ઝડપાયા હતા. આ શખ્સ તથા એક અધિકારીની ધરપકડ કરાઈ હતી અને એક અધિકારીની શોધ કરાઈ રહી છે. ઝડપાયેલા બંને આરોપીના અદાલતે એક-એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જામનગરના એક આસામીએ નાણા ધીરધાર અંગેના પોતાના લાયસન્સને રીન્યુ કરાવવા જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યવાહી કરતા આ કચેરીમાં નિલેશ જગદીશચંદ્ર છાપીયા નામના વ્યક્તિનો સંપર્ક થયો હતો તેણે સાહેબ તથા સ્ટાફનો વહીવટ કરવો પડશે તેમ જણાવી રૂ।.૧૪ હજારની માગણી કરી હતી. તેથી આ આસામીએ કચેરીના ઓડીટર એમ.એન. જેઠવા પાસે જઈ પૂછતા તેઓએ આ રકમ નિલેશભાઈને આપી દેવા કહ્યું હતું. તે દરમિયાન કચેરીના અન્ય કર્મચારી દિગ્વિજયગીરી ભૂપતગીરી ગોસાઈ ઉર્ફે દીપક નામના કર્મચારીએ પણ રૂ।.૧૪ હજારમાં બધાના આવી ગયા તેમ કહ્યું હતું.
લાંચ ન આપવા ઈચ્છતા આસામીએ એસીબીમાં તેની ફરિયાદ નોંધાવતા છટકા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેના પગલે ફરિયાદીએ રૂ।.૧૪ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. તે પછી આ કચેરીના ઓડીટર એમ.એન. જેઠવા, અન્ય કર્મચારી દિગ્વિજયગીરી તથા વચેટીયા તરીકે રહેલા નિલેશ છાપીયા સામે ગુન્હો નોંધાયો હતો અને નિલેશ તથા દિગ્વિજયગીરીની એસીબીએ ધરપકડ કરી હતી.
આ બંને આરોપીને રિમાન્ડની માગણી સાથે તપાસનીશ એસીબી ટીમના પીઆઈ પી.કે. પટેલ તથા સ્ટાફે અદાલતમાં રજૂ કર્યા હતા જ્યાં સરકારી વકીલ રાજેશ વશીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે બંને આરોપીના એક-એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial