Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકારે ૬૭ કરોડનો ખર્ચ મંજુર કર્યો છે
સલાયા તા. ૩૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના સલાયામાં 'ન્યૂ સલાયા બંધારા યોજના'ને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા ૬૭ કરોડના ખર્ચે આશરે ૧૫૫ હેક્ટર જમીન પર નવો ડેમ આકાર લેશે. સિંચાઇ વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી વરસાદનું જે કિંમતી પાણી અત્યાર સુધી દરિયામાં વહી જઈને વેડફાઈ જતું હતું, તે હવે રોકાશે.આ યોજનાથી સલાયા સહિત ૧૮ જેટલા ગામોની પીવાના અને સિંચાઈના પાણીની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે..
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં ઘી ડેમ પછી હવે બીજો મોટો ડેમ બનવા જઈ રહૃાો છે. સરકાર દ્વારા રૂ. ૬૭ કરોડના ખર્ચે 'ન્યૂ સલાયા બંધારા યોજના' મંજૂર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ૧૫૫ હેક્ટર જમીન પર નવો ડેમ નિર્માણ પામશે, જેનાથી ચોમાસા દરમિયાન દરિયામાં વહી જતાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાશે.
સિંચાઇ વિભાગ દ્વારા સ્થળ પર સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ બંધારા યોજના કાર્યરત થતાં જ સલાયા, કોઠા, વિસોતરી સહિતના ૧૮ જેટલા ગામોના આશરે ૪૦ હજાર લોકોને પીવાનું શુદ્ધ મીઠું પાણી મળી રહેશે. એટલું જ નહીં, દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ વધતી ખારાશ અટકશે, જેનાથી જમીન પણ વધુ ફળદ્રુપ બનશે.આ બાંધારા યોજના કાર્યરત થતાં જ સલાયા,કોઠા, વિસોતરી, ગોઈંજ ,સહિતના ૧૮ જેટલા ગામોના આશરે ૪૦ હજાર લોકોને પીવાનું શુદ્ધ મીઠું પાણી મળી રહેશે. એટલું જ નહીં, દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ વધતી ખારાશ અટકશે, જેનાથી જમીન પણ વધુ ફળદ્રુપ બનશે.તેમજ લોકો પીવાનું પાણી મળી રહેશે જેથી લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. ઉલ્લેખનિય છે કે ધારાસભ્યશ્રી મૂળુભાઇ બેરાએ આ માટે રજૂઆત કરતા ગુજરાત સરકારે આ મંજુરી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial