Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંતોના પ્રવચન, સત્સંગ સભા, ગુરૂપૂજન, મહાપ્રાસદ સહિતના કાર્યક્રમો
જોડિયાથી ૭ કિ.મી. દૂર આવેલા ભાદરાના સુપ્રસિદ્ધ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરમાં ગુરૂપૂર્ણિમાના પાવન પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે શણગાર આરતી પછી સંતોના પ્રવચન, ધૂન સંકીર્તન, સત્સંગ સભા, ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાનમ ગુરૂપૂજન અને મહાઆરતી કોઠારી સ્વામીશ્રી ધર્મકુંવર સ્વામીજીએ કરી હતી. નીજ મંદિરમાં ભગવાનનુું તથા પ.પૂ. શ્રી યોગીજી મહારાજ, પ.પૂ. બ્રહ્મ સ્વરૂપશ્રી પ્રમુખ સ્વામી મહારાજ, ભગત મહારાજ, શ્રી મહંત સ્વામીનું ગુરૂપૂજન સૌ સંતો તથા ભક્તોજનો દ્વારા ભક્તિભાવપૂર્વક દિવ્ય માહોલ વચ્ચે કરવામાં આવ્યું હતું. ભાદરા બીએપીએસ મંદિરના કોઠારી સ્વામીશ્રી ધર્મકુંવર સ્વામીજીનું સાલ ઓઢાડી ગુરૂપૂજન ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ તથા હરી ભક્તોએ કર્યુ હતું. બપોરે મહાઆરતી કરવામાં આવી હતી, ત્યારપછી બહોળી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ મહાપ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. ગુરૂપૂર્ણિમાના પર્વે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તેમજ કોઠારી સ્વામીશ્રી ધર્મકુંવર સ્વામજીએ આ ૫ાવન પર્વે સૌ ભક્તજનોને આશીર્વાદ આપતા કહેલ કે 'સૌને સુખી રાખે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરૂ છું'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial