Advertisement
Author: નોબત સમાચાર

ભિવંડીમાં ચારમાળની ઈમારત ધરાશાયી થતા નવના મૃત્યુઃ અનેક લોકો કાટમાળમાં દબાયા

મહાનગરપાલિકાની ટીમ તથા એનડીઆરએફ દોડી ગઈ

                                                                                                                                                                                                      

ભિવંડી તા. ૩૧: મહારાષ્ટ્રના ભિવંડીમાં જર્જરિત ચાર માળની 'કોહિનૂર' ઈમારત ધરાશાયી થતા ૯ લોકોના મોત થયા છે. મકાનનો ભાગ તૂટી પડતાં ભારે અફરાતફરી ફેલાવા પામી છે. નારપોલીના ભંડારી કમ્પાઉન્ડમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં જર્જરિત મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરી રહેલા મજૂરો કાટમાળ હેઠળ દબાયા છે. એનડીઆરએફ ટીમે એક મહિલાને જીવંત બહાર કાઢી છે. યુદ્ધધોરણે બચાવ કામગીરી ચાલુ છે.

મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના ભિવંડી સ્થિત નારપોલી પંથકના ભંડારી કમ્પાઉન્ડમાં આવેલી ચાર માળની 'કોહિનૂર' ઈમારતનો એક મોટો ભાગ અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ભયાનક અકસ્માતમાં ૯ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે મલબા હેઠળ હજુ પણ અનેક લોકો દબાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ, સ્થાનિક મહાનગરપાલિકાની ટીમ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને યુદ્ધધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ભિવંડી પશ્ચિમના ધારાસભ્ય મહેશ ચોગુલેએ દુર્ઘટના અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ ચાર માળની ઈમારતને મહાનગરપાલિકા દ્વારા અગાઉથી જ 'સી-કેટેગરી' એટલે કે અત્યંત ભયજનક અને જર્જરિત જાહેર કરવામાં આવી હતી અને તેને ખાલી કરાવવાની નોટિસ આપવામાં આવી હતી. ઈમારત ખાલી કરાવવામાં આવી હોવા છતાં, તેના ગ્રાઉન્ડ ફ્લોર પર કેટલાક મજૂરો કામ કરી રહૃાા હતા.

પ્રાથમિક અનુમાન મુજબ ઘટના સમયે ૬ થી ૭ મજૂરો ત્યાં કામ કરી રહૃાા હતા, જેઓ અચાનક ઈમારતનો ભાગ તૂટી પડતાં મલબા નીચે દબાઈ ગયા હતા. દુર્ઘટના બાદ ચાલતી બચાવ કામગીરી દરમિયાન એનડીઆરએફની ટીમને મોટી સફળતા મળી હતી. રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ મલબા નીચેથી એક મહિલાને સુરક્ષિત અને જીવંત બહાર કાઢી લીધી હતી.

મહિલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલમાં એનડીઆરએફ, પોલીસ અને મહાનગરપાલિકાની ટીમો દ્વારા મલબો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેથી નીચે દબાયેલા અન્ય લોકોને ઝડપથી બહાર કાઢી શકાય. આ કમનસીબ ઘટનાને પગલે સમગ્ર ભિવંડી વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh