Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોમાસામાં રોગચાળાથી બચવા નગરજનોને અપીલઃ
જામનગર ત. ૩૧: વર્તમાન ચોમાસાની મોસમમાં વરસાદના કારણે મચ્છરોના ઉપદ્રવની શક્યતા રહે છે. આ પરિસ્થિતિમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો તેમજ ઝાડા-ઉલટી, ટાઈફોર્ડ કમળો, મેલેરિયા અને અન્ય પાણીજન્ય રોગો ફેલાવવાની શક્યતા વધી જાય છે.
આથી રોગચાળાઓ નિયંત્રણમાં રહે તે માટે જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખા હેઠળના મેલેરિયા વિભાગ તથા શહેરમાં ૧૩ આરોગ્ય કેન્દ્રોની ટીમો દ્વારા સરકારની માર્ગદર્શિકા મુજબ ફિવર સર્વેલન્સ, એન્ટી લેવલ કામગીરી, ફોગીંગ, આરોગ્ય શિક્ષણ ક્લોરીનેશન તથા અન્ય નિવારક કામગીરી સતત કરવામાં આવી રહી છે. ગત્ અઠવાડિયા દરમિયાન શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીમાં જોઈએ તો ર૪૩ ટીમ દ્વારા ૮૬,૯૦૯ ઘરોમાં સર્વે કરાયો હતો, ૧ર૮ર ઘરોમાં પોરા જોવા મળ્યા હતાં, ૪,પ૩,૧૧પ પાત્રોની તપાસ કરવામાં આવી હતી, જેમાં ર૭રર પાત્રોમાં પોરા જોવા મળ્યા હતાં. ૧૮૦૪ પાત્રોનો નાશ કરાયો હતો, ૪ર,૪૪૬ પાત્રોમાં એબેટ નાખવામાં આવ્યું હતું. પર૦ તાવના કેસ જોવા મળ્યા હતાં, જ્યારે ઝાડા-ઉલટીના ૭૪ કેસો નોંધાયા હતાં. ૪૧,૧૮૭ ક્લોરીન ટેબલેટનું વિતરણ તથા ર,૬૩૯ ઓઆરએસ પેકેટનું વિતરણ કરાયું હતું.
મચ્છરજન્ય રોગથી બચવા જરૂરી પગલાં લેવાસૂચન કરાયું છે, જેમાં ઘરની અંદર-બહાર પાણી ભરાઈ રહેવા દેવું નહીં, પાણીની ટાંકી, ડ્રમ, કુલર, બાટલા હંમેશાં ઢાંકીને રાખવા, દર અઠવાડિયે કુલર, કુલદાની અને અન્ય પાણીના પાત્રો સાફ કરી પાણી બદલવું, જુના ટાયર, નાળિયેરના કાચલા, પ્લાસ્ટિકના વાસણો વગેરેમાં પાણી ભરાવવા ન દેવું, સંપૂર્ણ બાંયના કપડા પહેરો તથા મચ્છરદાની અથવા મચ્છર ભગાડવાના સાધનોનો ઉપયોગ કરવા, તાવ આવે તો જાતે દવા લેવાના બદલે નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક તપાસ કરાવવી, સાબુથી હાથ ધોવા, ખુલ્લામાં મળતા કાપેલા ફળ, અસ્વચ્છ ખાદ્ય પદાર્થો અને બિનઆરોગ્ય પાણીનું સેવન ટાળવું, ઝાડા-ઉલટી અથવા કમળાના લક્ષણો જણાય તો તુરંત જ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
પાણીજન્ય રોગથી બચવા માટે માત્ર ઉકાળેલું, ક્લોરીનેટેડ અથવા શુદ્ધ પીવાનું પાણી જ પીવાના ઉપયોગમાં લેવું, ભોજન પહેલા અને શૌચાલયના ઉપયોગ પછી ઘરના આજુબાજુમાં સ્વચ્છતા જાળવો અને ગંદુ પાણી ભરાવા દેવું નહીં.
જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી પોરાનાશક કામગીરી, ફોગીંગ દવા છંટકાવ તથા અન્ય આરોગ્યલક્ષી કામગીરીમાં નાગરિકો સહકાર આપે તેમ જામનગર મહાનગર પાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્પની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial