Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના 'ઈટ્રામાં એન્ઝાઈટી ડિસઓર્ડર સમસ્યાઓનો કેમ્પ'

આગામી તા. ૩ થી ૭ ઓગષ્ટ વિનામૂલ્યે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરના 'ઈટ્રા' (આરટીઆરએ)માં મૌલિક સિદ્રાંત વિભાગ દ્વારા અતિ ચિંતા-તણાવ જેવી એનઝાઈટી ડિસઓર્ડર અંગેની સમસ્યાઓ માટેના કેમ્પનું આયોજન આગામી તા. ૩ ઓગષ્ટથી ૭ ઓગષ્ટ સુધી સવારે ૯ થી ૧૨ દરમિયાન ઓપીડી નંબર બી-૯ માં કરવામાં આવ્યું છે. વર્તમાન સમયની જીવનશૈલી અને આહાર વિહારથી લોકોમાં અતિ ચિંતા અને તણાવને કારણે કામમાં મન ન લાગવું, બેચેની, સ્વભાવ ચીડિયો બનાવો, ઊંઘ ન આવવી જેવા લક્ષણો પ્રમુખ છે. વિશ્વમાં આ સમસ્યા ૯૫% ના દરે ગંભીર રીતે વધી રહી છે અને જો સમયસર યોગ્ય સારવાર લેવામાં ન આવે તો ડિપ્રેશન અને બાયપોલર ડિસઓર્ડર જેવી ભયંકર સમસ્યા સર્જાય શકે છે. આ માટે આર્યુવેદ જીવનશૈલીથી તેનો ઉકેલ લાવવા માટેના આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લેવા સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh