Advertisement
Author: નોબત સમાચાર

ઝાખર પાટીયા પાસે રોડ વચ્ચે ઉભી રહી ગયેલી ક્રેઈન પાછળ મોટર ટકરાઈ પડી

જુનાગઢના મહિલાને ફ્રેક્ચર સહિતની ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જુનાગઢનું એક દંપતી વીસેક દિવસ પહેલાં દ્વારકા દર્શનાર્થે આવ્યા પછી પોતાની મોટરમાં રાજકોટ તરફ જતા હતા ત્યારે ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટીયા પાસે આગળ જતી ક્રેઈન રોડ વચ્ચે ઉભી રહી જતાં સર્જાયેલા અકસ્માતમાં મહિલાને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે.

જુનાગઢના જોષીપરામાં આવેલા શિવાનીનગરમાં વસવાટ કરતા અમીબેન મેહુલભાઈ સાવલીયા તથા તેમના પતિ મેહુલભાઈ સાવલીયા ગઈ તા.૧૧ના દિને જુનાગઢથી દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા.

દર્શન કર્યા પછી આ દંપતી પોતાની જીજે-પ-જેએમ ૧૨૨૫ નંબરની મોટરમાં દ્વારકાથી રાજકોટ જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે ખંભાળિયા-જામનગર માર્ગ પર ઝાખર ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે આગળ જતા જીજે-૧૦-સીઈ ૧૩૬૧ નંબરના હાઈડ્રો ક્રેઈનના ચાલકે અચાનક જ રોડ વચ્ચે પોતાનું વાહન ઉભુ રાખી દીધુ હતું. જેના પગલે મોટર તેની પાછળ ઘૂસી ગઈ હતી.

આ અકસ્માતમાં અમીબેનનું મ્હોં આગળ અથડાયું હતું અને વિન્ડ સ્ક્રીન તૂટતા મોઢાના ભાગે કાચ ઘૂસી ગયા હતા. નાકમાં ઈજા થવા ઉપરાંત હાથમાં તેઓને ફ્રેક્ચર પણ થઈ ગયું હતું. ઈજાગ્રસ્ત અમીબેનને હોસ્પિટલમાં ખસેડાયા પછી તેઓએ ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનમાં હાઈડ્રો ક્રેઈનના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh