Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રી રીવાબા જાડેજા સાથે વિસ્તૃત ચર્ચા-રજૂઆત પછી
જામનગર તા. ૩૧: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જામનગર સંચાલિત શાળા નંબર ૧ માં વિદ્યાર્થી સંખ્યાને ધ્યાને લઈ શાળા નંબર ૨ તરીકે અલગ નવી શાળા તથા શાળા નંબર ૭ માં વિદ્યાર્થી સંખ્યાને ધ્યાનમાં રાખી શાળા નંબર ૮ તરીકે નવી શાળા શરૂ કરવાની દરખાસ્ત સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
આ મુદ્દે મંત્રી રીવાબા જાડેજા સાથે વિસ્તૃત ચર્ચા તથા રજૂઆત કરવામાં આવી હતી. મંત્રીએ આ દરખાસ્તમાં અંગત રસ લઈ જરૂરી માર્ગદર્શન અને અનુસરણ કરીને દરખાસ્ત મંજૂર કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ મંજૂરીથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જામનગરની ગુજરાતી માધ્યમની શાળા ઓ ની સંખ્યા હવે ૪૫ માંથી વધીને ૪૭ની થઈ છે, જે જામનગરના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર માટે આનંદ અને ગૌરવની બાબત છે.
આ તકે મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ એ મંત્રી રીવાબા જાડેજાનો આભાર વ્યક્ત કર્યો છે. તેમજ દરખાસ્ત મંજૂર કરવા બદલ પ્રાથમિક શિક્ષણ નિયામક પ્રકાશ ત્રિવેદી તથા સમગ્ર સ્ટાફનો પણ મહાનગર પાલિકા પ્રાથમિક શિક્ષક સંઘે આભાર વ્યક્ત કર્યો છે.
શાળા નંબર ૧ લાલવાડી વિસ્તારમાં છે. જ્યાં હવે શાળા નંબર ૧ અને ૨ રહેશે , જ્યારે ગત વર્ષ નવી શરૂ થયેલ રડાર રોડની શાળા હવે શાળા નંબર ૭ અને ૮ રહેશે. આ શાળાઓના વિભાજનથી નવી મુખ્ય શિક્ષક એચ ટાટની જગ્યાઓ તેમજ શિક્ષકોના સેટ અપમાં વધારો થશે તેમજ શાળા સંચાલનની કામગીરી વધુ સરળ બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial