Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નદીની હાલત ઉકરડા જેવી થઈ રહી છે...
ખંભાળીયા તા. ૩૧: ખંભાળીયામાં ખામનાથ પાસે ઘી નદીનો વિસ્તાર જાણે લોકોને કચરો અને કાટમાળ નાખવાનો ઉકરડો હોય તેવી સ્થિતી આ નદીની થઈ છે.
ખંભાળીયા પાલિકાને નાયરા કંપનીએ ઘી નદીમાં સ્મશાન પાસે લાખોના ખર્ચે ચેકડેમ બનાવવાનું કાર્ય મંજૂર થયું હોય, હવે ખામનાથ પાસેથી છેક સ્મશાન સુધી નદીમાં પાણી ભરાઈ તેવી સ્થિતિ થઈ છે, ત્યારે આ વિસ્તારમાં જેને મન પડે તે પોતાના કાટમાળ અને બાંધકામનો કચરો ટ્રેકટર ભરીને કે રેંકડી ભરીને નાખી જાય તેવી સ્થિતિ થતા જે જગ્યાએ નદીનું પાણી ભરાયેલું રહેતું હોય ત્યાં ઈંટો અને બાંધકામના કાટમાળના ઢગલાઓથી ભરાયેલું છે.
ઘી નદી પણ વર્ષોથી પાલિકાના સ્ટાફ દ્વારા સફાઈ કરાઈ નથી ત્યોર આ ખામનાથ પાસેનો વિસ્તાર કે જ્યાં પાણી ભરાય તે માટે કંપની દ્વારા ચેકડેમ બનાવાયો છે ત્યારે આ વિસ્તારમાં કાટમાળના ઢગલાથી નદી પુરાવા લાગી છે. નદી ઊંડી કરવા માટે પ્રયત્નો તો બાજુ પર રહ્યાં તેના બદલે નદીને કાટમાળનો ઉકરડો બનાવવામાં આવી રહ્યો છે. છડેચોક ગમે તેની ઈચ્છા થાય તે કચરો કાટમાળના ટ્રેકટર ઠાલવી જાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial