Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્ટાફ રૂમમાં બોલાવી પાંચ દિવસ સુધી આચરાયું કૃત્યઃ
ખંભાળિયા તા. ૩૧: ખંભાળિયાના એક ગામમાં વસવાટ કરતી વિદ્યાર્થિની અન્ય ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ધો.૮માં અભ્યાસ કરે છે. તે વિદ્યાર્થિનીનેે એક શિક્ષકે સ્ટાફ રૂમમાં બોલાવી પાંચેક દિવસ સુધી તેણી સાથે અણછાજતા અડપલા કરી બચકા ભરી લીધા હતા. આ કૃત્યની માતા-પિતાને બાળકીએ જાણ કર્યા પછી મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે શિક્ષકની શોધ શરૂ કરી છે.
આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ ખંભાળિયા તાલુકાના એક ગામમાં વસવાટ કરતા પરિવારની તેર વર્ષની પુત્રી એક ગામના પ્રાથમિક વિભાગમાં ધો.૮માં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થિની ગઈ તા.૨૦ના દિને શાળાએ ગયા પછી શિક્ષક વજસીભાઈ બારડે તેણીને રીશેષના સમયે નાસ્તો કરવા માટે સ્ટાફ રૂમમાં આવવાનું કહ્યા પછી સ્ટાફ રૂમનો દરવાજો બંધ કરી દઈ તે તરૂણી સાથે બીભત્સ અને અણછાજતા અડપલા કર્યા હતા. આ નરાધમ શિક્ષકે તે તરૂણીને બચકા પણ ભરી લીધા હતા.
શિક્ષકના આ કૃત્યથી ડઘાયેલી વિદ્યાર્થિનીને કોઈને પણ વાત ન કરતી તેમ કહ્યા પછી તા.રપ સુધી આ કૃત્ય યથાવત્ રાખવામાં આવ્યંુ હતું. શાળા છૂટી ગયા પછી આ બાળકીને ક્યારેક સ્ટાફ રૂમમાં લઈ જવાતી હતી. તે દરમિયાન વજસીભાઈએ તેણીના હાથમાં પેન પણ મારી લીધી હતી.
ઉપરોક્ત કૃત્યથી ગભરાઈ ગયેલી વિદ્યાર્થિનીએ પોતાના માસીને વાત કર્યા પછી માતા, પિતાને તેની જાણ થતાં સાંત્વના આપી બાળકી પાસેથી વાલીઓએ વિગત જાણી હતી જેમાં ઉપરોક્ત ઘટસ્ફોટ થતાં વિદ્યાર્થિનીના વાલીઓ ચોંકી ગયા હતા. ત્યારપછી ખંભાળિયા પોલીસ મથકે દોડી ગયેલા વિદ્યાર્થિનીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. બીએનએસ તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી નરાધમ શિક્ષકની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial