Advertisement
Author: નોબત સમાચાર

ક્રાંતિકારી બ્રહ્મવીર ચંદ્રેશેખર આઝાદની જન્મ જયંતી નિમિત્તે યોજાયો વિશેષ કાર્યક્રમ

સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી બ્રહ્મવીર ચંદ્રશેખર આઝાદની ૨૩મી જુલાઈના આવતી ૧૨૦મી જન્મ જયંતી નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દર વર્ષની પરંપરાને જાળવી રાખતા ટ્રસ્ટ દ્વારા શહેરના ડીકેવી સર્કલ પાસે વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું હતું. આ સાથે પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થા થાય તે હેતુથી પાણીના બાઉલનું પણ વિતરણ કરાયું હતું.

કાર્યક્રમના પ્રારંભે શહેરના પ્રથમ નાગરિક મેયર મોનિકાબેન વ્યાસ, પૂર્વ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, રાજુભાઈ વ્યાસ, વૃજલાલભાઈ પાઠક, વોર્ડ નં.૫ના કોર્પોરેટર આશિષભાઈ જોષી, કપિલભાઈ પંડયા, નરેનભાઈ ગઢવી, ખુમાનસિંહ સરવૈયા, પરાગભાઈ પટેલ, દિલીપસિંહ જાડેજા, અશ્વિનભાઈ કોઠારી સહિત વિવિધ બ્રહ્મસમાજના આગેવાનો તથા રાજકીય આગેવાનોએ બ્રહ્મવીર ચંદ્રેશખર આઝાદની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને સફળતા માટે સંસ્થાના કેતન ભટ્ટ, જયદીપ રાવલ, સુનિલ જોષી, સીમીત રાવલ, મહેશ રાવલ, કિરીટ ઠાકર, રાજેશ ઠાકર, કપિલ રાવલ, કનુભાઈ રાજ્યગુરૂ, જામ્બાલી રાવલ, જીતેશ વ્યાસ, બિપીન દવે, વિમલ મહેતા, દેવેન્દ્ર શુકલ, કેતન જોષી, રાજુ વ્યાસ સહિત મહિલા ટીમના મનિષા જોષી, અર્ચના જોષી, હીના ઠાકર, ધરતી વ્યાસ, જાનવી શુકલ, ઉષા જોષી, વાસંતી ઠાકર, જયેષ્ઠા જોષી, દીપાલી રાવલ, રક્ષા ભટ્ટ, નીતા મહેતા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh