Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની નાગરિકો માટે ગાઈડલાઈન

તિવ્ર પવન સાથે અતિભારે વરસાદની આગાહી સંદર્ભે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગર મહાનગર પાલિકાના કમિશનરની યાદી મુજબ તા. ૩૦/૦૭/૨૦૨૬ થી તા. ૦૯/૦૮/૨૦૨૬ના અઠવાડીયામાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ધ્વારા સમગ્ર ગુજરાત રાજયમાં તારીખ વાઈઝ પવનની તિવ્ર ગતિ સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જુદા-જુદા સ્થળો એ વ્યકત કરવામાં આવેલ છે.

જે ધ્યાને લઈ જામનગર શહેરના તમામ નાગરિકોને  ખાસ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં  ભારે વરસાદ કે તીવ્ર ગતિ સાથેના પવન દરમ્યાન બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું,  ભારે વરસાદ કે તીવ્ર ગતિ સાથેના પવન દરમ્યાન જો બહાર નિકળવાનું થાય તો મોટા વૃક્ષો, હોડીંગ બોર્ડઝ, ઈમારતોની બાલ્કની વિગેરે જેવા સ્થળોની નીચે આશરો ન લેવો,

જામનગર મહાનગર પાલિકા ધ્વારા જે ઈમારતોને/ ઈમારતો ના ભાગને જર્જરીત ઈમારત બાબત ની નોટીસ પાઠવેલ છે, તેવા તમામ આસામીઓએ તાત્કાલિક અસરથી અન્ય સલામત સ્થળે સ્થળાંતરીત થઈ જવું,  ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા જાહેર થયેલ જર્જરીત કોલોનીઓ ના આસામીઓ એ તેમજ જામનગર મહાનગર પાલિકાની ૧૪૦૪ આવાસ યોજના પૈકી બ્લોક નં. ૧ થી ૫૧ માં આવેલ ૬૧૨ આવાસોમાં રહેતા આસામીઓને તેમજ જાડા હસ્તકની લાલવાડી વિસ્તારમાં આવેલ બ્લોક નં. ૧ થી ૬૧ માં આવેલ ૫૧૨ આવાસોમાં રહેતા આસામીઓને પણ તાત્કાલિક રીતે સલામત જગ્યાએ સ્થળાંતરીત થઈ જવા અનુરોધ કરવામાં આવે છે.

વોર્ડ નં. ૧, ૨, ૪, ૧૦, ૧૧, ૧૨ તથા ૧૬ માં આવેલ રંગમતિ અને નાગમતિ નદીના આસપાસના વિસ્તારો તેમજ લોલેઈંગ એરીયામાં રહેતા લોકોને ભારે વરસાદની સ્થિતિમાં જામનગર મહાનગર પાલિકાના શેલ્ટરમાં સ્થળાંતરીત થઈ જવા અને નદીના પટમાં અવર-જવર ન કરવા આથી સાવચેત કરવામાં આવે છે,. વીજળીના તાર કે પોલની નીચે કે બાજુમાં ઉભવું નહી,

કોઈપણ મુશ્કેલી દરમ્યાન  જામનગર મહાનગર પાલિકાની આપાત્કાલિન સેવાઓ માટેના ફાયર કંટ્રોલ રૂમ (મેઈન) ના નંબર ૦૨૮૮ ૨૬૭૨૨૦૮ , ૧૦૧ , ૧૦૨  તથા ફલડ કંટ્રોલ રૂમના નંબર ૯૪૦૯૪ ૨૦૮૬૭, ૯૪૦૯૪ ૦૨૩૬૯ અથવા ૦૨૮૮ ૨૭૭૦૫૧૫ નો સંપર્ક કરવો.

આ તમામ સૂચનો પવનની તિવ ગતિ સાથે ભારેથી અતિ ભારે વરસાદ દરમ્યાન જામનગર શહેરના તમામ નાગરિકો અમલવારી કરે તેવો સૌને આ માધ્યમથી અનુરોધ કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh