Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીનગરમાં મકાનમાંથી ઝડપાયા અંગ્રેજી દારૂના છ ચપલાઃ એક શખ્સની અટકાયત

સિક્કામાં કેબલની ઓફિસમાંથી ત્રણ બોટલ મળી આવીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના ગાંધીનગરમાં  આવેલા એક મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂના છ ચપલા કબજે કર્યા છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સિક્કામાં ટીપીએસ કોલોની નજીક કેબલની ઓફિસમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ પકડી પાડવામાં આવી છે. આરોપીની શોધ કરાઈ રહી છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા ભવ્યદીપસિંહ ઈન્દ્રજીતસિંહ વાળા નામના શખ્સના મકાનમાં પોલીસે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂના છ ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂા.૧૮૦૦ની કિંમતના ચપલા કબજે કરી ભવ્યદીપસિંહની ધરપકડ કરી છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં ટીપીએસ કોલોનીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલી કેબલની ઓફિસમાં ગઈકાલે બપોરે સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસે વેચાણ માટે રાખવામાં આવેલી બોટલ કબજે કરી સિક્કાની ભગવતી સોસાયટીવાળા કરણસિંહ પ્રભાતસિંહ જાડેજાની શોધ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh