Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડીઝલની તંગીના કારણે ખેડૂતો ત્રાહિમામ્

તંત્ર દ્વારા ર૦૦ લીટર દેવાની જાહેરાત સામે માંડ ર૦-૩૦ લીટર ડીઝલ જ મળે છે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીકના ગામો તથા દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર પંથકના ગામોમાં હાલ ખેડૂતોની ખેતીની જમીન સુધારવા તથા તૈયારી કરવા ખેડ કરવાની મોસમ છે, ત્યારે ડીઝલની તંગી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે તથા યોગ્ય જમીનની માવજત ના થાય તો તેની પાક ઉપર પણ ખૂબ માઠી અસર બની હોય, જગતનો તાત ચિંતામાં મૂકાયો છે અને અગાઉ જેમ ખાતર માટે ખેડૂતો બાઈક લઈને દુકાને દુકાને નીકળતા તેમ અત્યારે બાઈક લઈને પેટ્રોલપંપના ચક્કરો ખાવા લાગ્યા છે.

સરકારી તંત્ર તથા મામલતદાર દ્વારા ર૦૦ લીટર જ ડીઝલ આપવાનું જણાવ્યું છે, ત્યારે ખેડૂતો પંપો પર જાય ત્યારે ર૦૦ નહીં પણ ર૦/૩૦ લીટર જ ડીઝલ ક્યાંક આપવામાં આવે છે તો ક્યાંક ખેડૂતોને લાઈનમાં કલાકો ઊભા રહેવા પછી પણ જથ્થો ખલાસ થઈ જતા નથી મળતું તો બે/ત્રણ દિવસે ગાડી એક પંપમાં આવતી હોય આવતા જ કલાકોમાં ખલાસ થઈ જતી હોય, ખેડૂતોના પરિવાર દીઠ એક-બે વ્યક્તિ તો ડીઝલ ક્યાં છે અને ક્યારે મળશે તેની તપાસમાં રાખવા પડતા ભારે ચિંતામાં ખેડૂતો મૂકાયા છે.

અમુક પંપમાં ટોકનની વ્યવસ્થા ક્યાંક બે હજારનું અપાય છે

પેટ્રોલ પંપો પર એવી ભીડ થાય છે કે ગઈકાલે ભાડથર પંપ પર ડીઝલ આવ્યાની જાણ થતા ખેડૂતો બેરલ લઈને તથા કેરબા લઈને ઉમટતા માત્ર અડધા કલાકમાં જ દોઢ કિ.મી. લાંબી લાઈનો થઈ ગઈ હતી, તો ડીઝલની કતારોમા અનેક સ્થળે રસ્તા બ્લોક થઈ જતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઊઠી છે, ત્યારે પપથી જી.આર.ડી. જવાનો, હોમગાર્ડઝને બદલે પોલીસ જમાદાર કક્ષાનો બંદોબસ્ત રાખવા પણ માગ થઈ છે. ખભાળિયા પથકમાં કેટલાયે સ્થળો પર પેટ્રોલ પપ પર કતારો લાગતા તથા કલાકોમાં બે દિવસ માટે આવેલો જથ્થો પૂરો થઈ જતો હોય, કારમાં પ૦૦/૧૦૦૦ અને ટ્રેક્ટરમાં બે-બે હજારનું જ ડીઝલ આપતા હોય, જેથી વધુ લોકોને મળી શકે તો મોટા ખેડૂતોને જમીન માટે મોટા જથ્થામાં ડીઝલ જોતુ હોય તેઓને નાનો જથ્થો પૂરો ના થતા તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

હાલ મામલતદારશ્રી તથા જિલ્લા તંત્રના નવા નિયમ મુજબ ૭/૧ર ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, ટ્રેક્ટરના આર.સી. બુકની નકલ વિગેરે સાથે રાખવી જ પડતી હોય અને જેમનું નામ ખેડૂતનું હોય, તેમણે ફરજિયાત હાજર રહેવં પડતું હોય, ભારે પરેશાની ખેડૂતોને થાય છે, તો કેટલાક એવા ખેડૂતો કે જેઓ બીજાની જમીન ભાડે રાખીને ખેતી કરે છે કે તેમની પાસે પોતાના ૭/૧ર અને ૮-અ નથી તેઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે, તો નાના તથા ગરીબ ખેડૂતો ક જેમની પાસે ટ્રેક્ટર જેવા સાધનો નથી તેઓ અન્યોના ભાડે લઈને આવે તો ખેડૂતના ૭/૧ર અને આર.સી. બુક મેચ ના થવાના પ્રશ્નો થાય છે. સરકાર અન તંત્ર ડીઝલ તંગીમાં રાહત આપવાના બદલે કાગળો અને નિયમોની માયાજાળમા જ ફસાવાતા હોય તેવો આક્ષેપ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh