Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેપારીઓ દ્વારા એસપીને પાઠવાયું આવેદનઃ
જામનગર તા. ૨૩: જામનગરના સુપર માર્કેટમાં વેપાર કરતા અને વિવિધ વિસ્તારોમાં દુકાનો ચલાવતા અંદાજે બે ડઝન જેટલા વેપારીઓએ આજે એસપીને આવેદન પાઠવી એક શખ્સે ક્રેડીટ કાર્ડમાં રોકાણ કરવાના નામે અંદાજે રૂા.પચ્ચીસેક કરોડનું ફૂલેકુ ફેરવી નાખ્યાની વિગતો આપી છે. આ શખ્સે રૂા.૧૦ હજારથી માંડી રૂા.ર કરોડ સુધીની રકમ વેપારીઓ પાસેથી ઉઘરાવી બુધવારે પોબારા ભણી લીધાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
જામનગરની જિલ્લા પોલીસવડા કચેરીમાં આજે સુપર માર્કેટ વિસ્તારમાં વેપાર કરતા આસામીઓ અને વિવિધ વિસ્તારમાં ધંધો કરતા વેપારીઓ દ્વારા હિતેશ લક્ષ્મીકાંત ગોહિલ નામના શખ્સ સામે રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવ્યું છે અને આ શખ્સને ક્રેડીટ કાર્ડમાં રોકાણ કરી ઉંચુ વળતર મળવાની લાલચ બતાવી મોટી રકમ ઉઘરાવી લઈ પોબારા ભણી લીધાનું જણાવ્યું છે.
કેટલાક વેપારીઓને ક્રેડીટ કાર્ડમાં રોકાણ કરવાથી આકર્ષક નફો મળશે તેમ જણાવી હિતેશ ગોહિલે અલગ અલગ રકમ મેળવી છે. જેમાં નાના મોટા વેપારીઓએ રૂા.૧૦ હજારથી માંડી રૂા.૧૦ લાખ સુધી રોકયા છે અને કેટલાક વેપારીઓએ રૂા.ર કરોડ સુધીની રકમ રોક્યા પછી અંદાજે રૂા.પચ્ચીસેક કરોડનું ફૂલેકુ ફેરવી બુધવારથી હિતેશ ગોહિલ અદૃશ્ય થઈ ગયો છે.
આ શખ્સનો મોબાઈલ પણ વેપારીઓને હાલમાં સ્વિચ ઓફ મળી રહ્યો છે. તેના કારણે હિતેશનો સંપર્ક થઈ શકતો નથી અને વેપારીઓના જણાવ્યા મુજબ તેના પરિવારે પણ અખબારમાં જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી હિતેશ ગોહિલના નાણાકીય વ્યવહાર કે લેવડદેવડ સાથે પોતાની જવાબદારી નથી તેમ જાહેર કરતા વેપારીઓને હિતેશ ગોહિલ ચૂનો ચોપડીને પલાયન થઈ ગયાની આશંકા ઉત્પન્ન થવા પામી છે તેથી આ શખ્સને તાકીદે પકડી લઈ તેની પાસેથી વેપારીઓની રકમ મેળવી પરત આપવા એસપીને આવેદન આપવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial